શોધખોળ કરો

SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ બાગચીએ કહ્યું હતું કે આ ડેસ્ક વર્ક નથી અને બીએલઓને ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ ભરવાનું હોય છે

સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ચાલી રહેલા SIR 2.0 પ્રક્રિયામાં બીએલઓ અને અન્ય અધિકારીઓની "ધાકધમકી" ને ગંભીરતાથી લીધી હતી. કોર્ટે ચૂંટણી પંચને આવા કેસોને તેમના ધ્યાન પર લાવવા કહ્યું હતું નહીં તો તેનાથી અરાજકતા ફેલાઈ જશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માં વિવિધ રાજ્ય સરકારો તરફથી સહકારના અભાવને ગંભીરતાથી લેવા કહ્યું હતું. 

બેન્ચે ચૂંટણી પંચ (EC) નું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીને કહ્યું હતું કે બીએલઓના કામમાં અવરોધ અને સહકારના અભાવના કિસ્સાઓ અમારા ધ્યાન પર લાવો અને અમે યોગ્ય આદેશો પસાર કરીશું."દ્વિવેદીએ કહ્યું કે જો પરિસ્થિતિ વધુ વણસે છે, તો EC પાસે પોલીસને ડેપ્યુટેશન પર લેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં, જે રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે. ન્યાયાધીશ બાગચીએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા શરૂ ન થાય ત્યાં સુધી ચૂંટણી પેનલ પોલીસને પોતાના અધિકાર ક્ષેત્રમાં લઈ શકશે નહીં.

રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ પાસે બીએલઓ અને એસઆઈઆરની કામગીરીમાં રોકાયેલા અન્ય અધિકારીઓને ધાકધમકી આપવાના કેસોનો સામનો કરવા માટે તમામ બંધારણીય સત્તાઓ છે. ચીફ જસ્ટિસ કાંતે દ્વિવેદીને કહ્યું હતું કે, "પરિસ્થિતિનો ઉકેલ લાવો નહીંતર અરાજકતા ફેલાશે." તેમણે પરિસ્થિતિને "ખૂબ જ ગંભીર" ગણાવી હતી. દ્વિવેદીએ સમજાવ્યું કે પશ્ચિમ બંગાળમાં તણાવને કારણે બીએલઓના આત્મહત્યા કરવાનો કોઈ સવાલ જ નથી કારણ કે તેમને 30 થી 35 મતદારોના છ થી સાત ઘરોની ગણતરી કરવાની હોય છે.

"એટલું સરળ નથી જેટલું...."

જસ્ટિસ બાગચીએ કહ્યું હતું કે આ ડેસ્ક વર્ક નથી અને બીએલઓને ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ ભરવાનું હોય છે અને પછી તેને અપલોડ કરવાનું હોય છે. અને તે દેખાય છે તેટલું સરળ નથી.  વરિષ્ઠ વકીલ વી. ગિરીએ જણાવ્યું હતું કે અરજદારોએ SIR કાર્યમાં રોકાયેલા BLO અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ હિંસા અને ધમકીઓનો આરોપ લગાવ્યો છે અને ચૂંટણી પંચને તેમના રક્ષણ માટે નિર્દેશો આપવાની માંગ કરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget