વારંવાર સર્ટિફિકેટ બતાવીને કંટાળેલા આ સેલેબ્સે ક્યાં પ્રિન્ટ કરાવી દીધુ વેક્સિન સર્ટિફિકેટ, તમે પણ જાણીને રહી જશો દંગ
ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે કેટલાક રાજ્યોમાં સ્થિતિને નિયંત્રિત થઇ હોવાનુ બતાવવામાં આવી રહ્યું છે, અને ત્યાં કેટલાય પ્રકારની છૂટછૂટ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી દેશમાં કોરોના વાયરસ મહામારી સામે લોકો ઝઝૂમી રહ્યાં છે. પહેલી લહેરમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો. વેક્સિન આવ્યા બાદ દેશને બીજી લહેરનો પણ સામનો કરવો પડ્યો, અને હવે ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. જોકે વેક્સિનેશનનુ કામ દેશમાં જોરશોરથી ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે કેટલાક રાજ્યોમાં સ્થિતિને નિયંત્રિત થઇ હોવાનુ બતાવવામાં આવી રહ્યું છે, અને ત્યાં કેટલાય પ્રકારની છૂટછૂટ આપવામાં આવી છે.
પરંતુ હજુયે કેટલાય રાજ્યો એવા છે જ્યાં પ્રવેશ માટે વેક્સિન લગાવી હોવાનુ પ્રમાણપત્ર ફરજિયાત પણે તપાસમાં આવી રહ્યું છે. રાજ્યોના તમામ એરપોર્ટ્સ પર યાત્રીઓને વેક્સિન સર્ટિફિકેટને પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાં ક્યાં તમારા સર્ટિફિકેટને બતાવતા ફરશો. સર્ટિફિકેટ બતાવવા માટે તેમને વારંવાર પોતાનો મોબાઇલ બતાવવો પડે છે.
જેની પાસે સ્માર્ટફોન નથી, તેને પોતાનુ પ્રિન્ટેડ સર્ટિફિકેટ બતાવવુ પડશે. આ બધુ જ કરી કરીને સ્ટેન્ડઅપ કૉમેડિયન અતુલ ખત્રી થાકી ગયો છે. તેને વચ્ચેનો રસ્તો કાઢી નાંખ્યો છે, તેને પોતાની ટી-શર્ટ પર જ પોતાનુ વેક્સિન સર્ટિફિકેટ છપાવી લીધુ છે.
Since work & travel has restarted and was getting tired of showing my Covid Certificate at airports, hotels, etc - devised this idea 💡
— Atul Khatri (@one_by_two) August 8, 2021
What an idea Sirji pic.twitter.com/sImKgN3Dxk
સર્ટિફિકેટ બતાવી બતાવીને કંટાળી ગયો છે અતુલ ખત્રી-
અતુલ ખત્રીએ આ રીતની એક ટી-શર્ટ પહેરેલી એક તસવીર પણ ટ્વીટર પર શેર કરી છે, અતુલ ખત્રીએ આ તસવીરને શેર કરતા લખ્યું- જ્યારથી કામ અને મુસાફરી શરૂ થઇ છે, હું એરપોર્ટ, હૉટલ અને અન્ય જગ્યાઓ પર પોતાનુ કૉવિડ વેક્સિન સર્ટિફિકેટ બતાવી બતાવીને થાકી ગયો છુ..... જેનાથી આ આઇડિયા આવ્યો. શું આઇડિયા છે સરજી....
તમે પણ કરી શકો છો આ આઇડિયા ફોલો-
જો તમે પણ અતુલ ખત્રીની વેક્સિન સર્ટિફિકેટ બતાવી બતાવીને કંટાળી ગયો છો, તો તમે પણ આ આઇડિયા ફોલો કરી શકો છો, પરંતુ આ માન્ય છે કે નહીં, આનો અનુભવ અતુલ ખત્રી ખુદ પોતાની નેક્સ્ટ યાત્રા બાદ જ બતાવી શકશે, કે પછી તમે ખુદ આનો અનુભવ કરી શકો છો.