Anupamaa: 'અનુપમા' સીરિયલને આ એક્ટરે કહ્યું અલવિદા, શું રૂપાલી ગાંગુલી છે જવાબદાર ?
Anupamaa: બે મહિના સુધી 'અનુપમા'ના સેટથી દૂર રહ્યા બાદ આખરે એક્ટર ગૌરવ ખન્નાએ શૉમાં પોતાના ભવિષ્ય વિશે વાત કરી
Anupamaa: ટેલિવિઝનના દિલની ધડકન ગૌરવ ખન્ના જે ડેઇલી સૉપ 'અનુપમા' સાથે ઘરે-ઘરે જાણીતું નામ બની ગયુ છે. આખરે તેણે શૉમાંથી બહાર થવાની જાહેરાત કરી દીધી છે. તેના સૌથી ચર્ચિત પાત્ર અનુજ કાપડિયા છેલ્લા કેટલાક મહિનાઓથી શૉમાંથી ગાયબ હતું, અને જ્યારે અફવાઓ ઉડી રહી હતી કે અભિનેતાએ શૉ છોડી દીધો છે. જોકે, હવે તેને આખરે આ અંગે ખુલીને વાત કરી છે અને સત્ય કહ્યું છે. લીપને કારણે ઘણા કલાકારો પહેલાથી જ 'અનુપમા' છોડી ચૂક્યા છે, અને હવે ગૌરવે પોતે જ કહ્યું છે કે તે અનુજ કાપડિયાનો રૉલ કેમ છોડી રહ્યો છે.
ગૌરવ ખન્નાએ અનુપમાને કહ્યું અલવિદા
બે મહિના સુધી 'અનુપમા'ના સેટથી દૂર રહ્યા બાદ આખરે એક્ટર ગૌરવ ખન્નાએ શૉમાં પોતાના ભવિષ્ય વિશે વાત કરી. ETimes સાથે વાત કરતાં ગૌરવે કહ્યું, 'લોકો મને અનુપમામાં પાછા ફરવા વિશે સતત પૂછે છે. રાજન સર (નિર્માતા રાજન શાહી) એ ભૂમિકા માટે ભવ્ય પુનરાગમન વિશે ચર્ચા કરી હતી અને અમે બે મહિના સુધી તેની રાહ જોઈ હતી. જો કે, સ્ટૉરી આગળ વધવાની હતી અને વધુ રાહ જોવાનો અર્થ ન હતો. તેને એમ પણ લાગ્યું કે હવે મારા માટે કંઈક મોટું શોધવાનો સમય આવી ગયો છે.
View this post on Instagram
અનુજ કરી શકે છે કમબેક
ગૌરવ ખન્નાએ આગળ કહ્યું, 'તેથી, અત્યારે અનુજનું ચેપ્ટર બંધ થઈ ગયું છે, પરંતુ હું તેને પૂર્ણવિરામ તરીકે નહીં, પરંતુ અલ્પવિરામ તરીકે જોઉં છું. જો સ્ટૉરી માંગે છે અને મારું શિડ્યુલ પરવાનગી આપે છે, તો હું પાછા આવીને ખુશ થઈશ. તેણે વધુમાં કહ્યું કે તેનો રૉલ ત્રણ મહિના માટે કેમિયો કરવાનો હતો, પરંતુ તે મારી કારકિર્દીનો અદભૂત ભાગ બની ગયો અને હું ત્રણ વર્ષ સુધી શૉમાં રહ્યો. દર્શકોનો પણ ઘણો પ્રેમ મળ્યો છે.
રૂપાલી ગાંગુલીના કારણે છોડી રહ્યો છે શૉ
જ્યારે 'અનુપમા'ની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી સાથે અણબનાવની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગૌરવ ખન્નાએ કહ્યું, 'હું કાઉન્ટર ઈન્ટરવ્યૂમાં ભાગ લેતો નથી કે અફવાઓ પર પ્રતિક્રિયા આપતો નથી. મહત્વની બાબત એ છે કે અમે સાથે મળીને શું કામ કર્યું છે. મેં હંમેશા મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને 'એક્શન' અને 'કટ' સિવાય જે પણ થાય છે તે મારા માટે મહત્વનું નથી.
આ પણ વાંચો
Pushpa 3: 'પુષ્પા 3' નું ટાઇટલ રિલીવ થયુ, ત્રીજા ભાગમાં આ સુપરસ્ટાર એક્ટર બનશે વિલન, જાણી લો નામ