KBC 14માં અમિતાભ બચ્ચને તારક મહેતા શોનો ઉલ્લેખ કર્યો, વખાણ કરતાં કહી આ વાત...
કેબીસી 14ના લેટેસ્ટ એપિસોડમાં ગુજરાતના વિમલભાઈ શોમાં હોટસીટ પર બેઠા હતા. વિમલને પ્રથમ સવાલ કરવામાં આવ્યો હતો. જો ટીવીના મોસ્ટ પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલો હતો.
Kaun Banega Crorepati 14: કૌન બનેગા કરોડપતિ શો શરુ થઈ ગયો છે અને રોજ જનરલ નોલેજ દ્વારા દર્શકોનું જ્ઞાન વધારી રહ્યો છે. હંમેશાની જેમ KBCને હિન્દી સિનેમાના શહેનશાહ અમિતભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. તેમની શો હોસ્ટિંગની સ્ટાઈલ કમાલની છે અને સાથે જ સેન્સ ઓફ હ્યુમર પણ લાજવાબ છે. શોના બધા એપિસોડને દર્શકો ખુબ પસંદ કરે છે. આ દરમિયાન શોના એક લેટેસ્ટ એપિસોડમાં અમિતાભ બચ્ચને ટીવી પર ઘણા લાંબા સમયથી પ્રસારીત થઈ રહેલા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Taarak Mehta Ka Ooltah Chashmah) વખાણ કર્યા હતા.
કેબીસી 14ના લેટેસ્ટ એપિસોડમાં ગુજરાતના વિમલભાઈ શોમાં હોટસીટ પર બેઠા હતા. વિમલે અમિતભ બચ્ચને પોતાનો પરિચય આપ્યો અને બિગ બીએ તેમને ગેમના નિયમો સારી રીતે સમજાવ્યા હતા. આ પછી વિમલને પ્રથમ સવાલ કરવામાં આવ્યો હતો. જો ટીવીના મોસ્ટ પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલો હતો.
બિગ બીએ કંટેસ્ટેંટને પુછ્યો TMKOC વિશેનો સવાલઃ
અમિતાભ બચ્ચને વિમલને પહેલો પ્રશ્ન પુછ્યો હતો અને તે TMKOC વિશે હતો. સવાલ હતો કે, લોકપ્રિય ટેલીવિઝન ધારાવાહિકના શીર્ષક મુજબ તારક મહેતાના ઉલ્ટા ચશ્માનાં ચશ્માં કેવાં છે? જવાબના વિકલ્પો હતો, સીધા, ઉલ્ટા, ગોળાકાર અને જુકેલા. વિમલે જવાબ આપ્યો - ઉલ્ટા, જે સાચો જવાબ હતો. આ પછી વિમલ 1 હજાર રુપિયા જીતી ગયો હતો.
અમિતભ બચ્ચને કરી TMKOCની પ્રસંશાઃ
આ પ્રશ્ન બાદ અમિતાભ બચ્ચને વિમલની સાથે આ શો વિશે વાત કરી હતી અને શોની પ્રસંશા પણ કરી હતી. બિગ બીએ કહ્યું કે, આ શો વર્ષ 2008માં શરુ થયો હતો જેના 3 હજાર એપિસોડ પ્રસારીત થઈ ચુક્યા છે. આ પછી અમિતભે વિમલને પુછ્યું હતું કે, શું તે આ શો જુએ છે? જેના જવાબમાં વિમલે કહ્યું કે, હા હું આ શો જોઉં છું. તે ખુબ જ પોપ્યુલર છે. જણાવી દઈએ કે, વિમલ અત્યાર સુધીની ગેમમાં 20 હજાર રુપિયા જીતી ચુક્યા છે અને આગળની ગેમ 17 ઓગસ્ટની રાતે બતાવામાં આવશે.
આ પણ વાંચોઃ