The Kapil Sharma Show: આ કારણે કૃષ્ણા અભિષેકે કપિલ શર્મા શો છોડવાનો લીધો નિર્ણય
કોમેડિયન કપિલ શર્મા તેના શોની નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. ફેન્સ કપિલના શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
Krushna Abhishek Quits Kapil Sharma Show: કોમેડિયન કપિલ શર્મા તેના શોની નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. ફેન્સ કપિલના શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કપિલ શર્મા શો આ વખતે ચાહકોનું નવી રીતે મનોરંજન કરવા માટે તૈયાર છે પરંતુ ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. આ શોના મુખ્ય પાત્ર કૃષ્ણા અભિષેક નવી સિઝનમાં જોવા નહીં મળે. આ શોમાં કૃષ્ણા ઘણા પાત્રોમાં જોવા મળ્યો હતો. ક્યારેક તે સપના બની જતો હતો તો ક્યારેક ધર્મેન્દ્ર. હા કૃષ્ણા અભિષેકે શો છોડવાનો નિર્ણય લીધો છે. હવે કૃષ્ણાના શો છોડવા પાછળનું કારણ સામે આવ્યું છે.
કપિલ શર્મા શોમાં કૃષ્ણા અભિષેક અલગ-અલગ રોલમાં જોવા મળ્યો હતો. જેના કારણે તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે શોમાં નહીં આવે તો ચાહકો દુખી થવાના છે. રિપોર્ટ્સનું માનીએ તો કૃષ્ણાએ કોન્ટ્રાક્ટના મુદ્દાને કારણે શો છોડવાનો નિર્ણય લીધો છે.
આ કારણે શો છોડી દીધો
ETimes ના અહેવાલ મુજબ, નિર્માતાઓ અને કૃષ્ણાએ આ સમસ્યાના ઉકેલ માટે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ સૌથી મોટી સમસ્યા ફીની હતી. બાદમાં ફીના કારણે કૃષ્ણાએ કપિલ શર્મા શો છોડવાનો નિર્ણય લીધો હતો. કપિલે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને શોની વાપસીની જાણકારી આપી હતી. પોસ્ટ શેર કરતા તેણે લખ્યું હતું કે અમને બધાને 'કપિલ શર્મા શો' પસંદ છે. કપિલ શર્મા શોની નવી સીઝનમાં કયા કલાકારો જોવા મળશે તેની માહિતી હાલમાં આપવામાં આવી નથી. ચાહકોએ કપિલ શર્માના શોને લઈને નવી જાહેરાતની રાહ જોવી પડશે.
Freebies: ‘રેવડી’ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહી આ મોટી વાત, જાણો વિગત
Aadhaar Card: આધાર કાર્ડને લગતી તમામ સમસ્યાઓ હવે થશે દૂર, UIDAIએ લીધો મોટો નિર્ણય
Team India: આ 3 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોના પુત્ર ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં કરી શકે છે ડેબ્યૂ
AAP vs BJP : આમ આદમી પાર્ટીનો દાવો, મનીષ સીસોદીયા પાસે ભાજપની ઓફરનું કોલ રેકોર્ડિંગ