Ethnic Touch: એક્ટ્રેસે નવરાત્રીમાં ટ્રેડિશનલ લૂકમાં કરાવ્યુ ફોટોશૂટ, માથા પર ચાંદલો ને વાળમાં ગજરો, જુઓ.......
નિયા શર્મા તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો નવો લૂક, નવરાત્રીમાં એથનિલ લૂક જોવા મળી રહ્યો છે.
Nia Sharma: ટીવી એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) ફરી એકવાર નવા લૂકમાં અપિયર થઇ છે, ઝલક દિખલા જાના સેટ પરથી તેને કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તેનો એથનિક ટ્રેડિશનલ લૂક જોવા મળી રહ્યો છે. નાના પડદાની હૉટ એક્ટ્રેસ ગણાતી નિયા શર્મા (Nia Sharma) એ ટીવી શૉ 'જમાઇ રાજા'થી નવી ઓળખ બનાવી લીધી છે. આજે લાખોમાં ફેન્સ તેને ફોલો કરી રહ્યાં છે. નિયા શર્મા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
નિયા શર્મા તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો નવો લૂક, નવરાત્રીમાં એથનિલ લૂક જોવા મળી રહ્યો છે. આમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. માથા પર ચાંદલો, વાળમાં ગજરો લગાવીને નિયા શર્માએ ગ્રીન કલરની ચણીયા ચોળી પહેરી રાખી છે, આ ચોલી લૂકમાં એક્ટ્રેસે ફેન્સને દિવાના બનાવ્યા છે.
View this post on Instagram
નિયા શર્માએ રિયાલિટી શૉ 'ઝલક દિખલા જા'માં પોતાના ડાન્સનો જલવો પણ બતાવ્યો હતો. તસવીરો અને વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
View this post on Instagram
નિયા શર્માએ વર્ષ 2010માં ટીવી શૉ 'કાલી'થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી, આજે તે ઇન્ડસ્ટ્રીની સૌથી હૉટ એન્ડ પૉપ્યૂલરમાંની એક બની ગઇ છે. નિયા શર્મા (Nia Sharma) કેટલાય મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યુ છે. 'દો ઘૂંટ' અને 'ફૂંક લે' તેના પૉપ્યૂલર મ્યૂઝિક વીડિયો રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram