શોધખોળ કરો

ICUમાં દાખલ થયા બાદ કામ પર પરત ફરી Mahekk Chahal, 'નાગિન 6'ના સેટથી તસવીર શેર કરી

Mahekk Chahal News:  'નાગિન 6' ફેમ એક્ટ્રેસ મહેક ચહલ કામ પર પરત ફરી છે. હાલમાં જ તેને ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે તેણે સેટ પરથી પોતાનો ફોટો શેર કર્યો છે.

Mahekk Chahal Comeback On Naagin 6:  જાણીતી ટીવી એક્ટ્રેસ મહેક ચહલ ફરીથી કામ પર પાછી ફરી છે. થોડા સમય પહેલા અભિનેત્રીની તબિયત ઘણી બગડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે તેની સારવાર શરૂ કરી હતી તે દરમિયાન તેની તબિયત એ હદે ખરાબ હતી કે તેને વેન્ટિલેટર પર પણ રાખવાની ફરજ પડી હતી. જેને લીધે ચાહકોના જીવ પડીકે બંધાયા હતા. જો કે હવે અભિનેત્રી એકદમ સ્વસ્થ છે. મહેકે સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી છે. જેમાં તે 'નાગિન 6'ના સેટ પર જોવા મળી રહી છે.

ટીવી એક્ટ્રેસ મહેક ચહલ કામ પર પરત ફરી

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ એક્ટ્રેસ મહેક કામ પર પાછી ફરી છે. આ દિવસોમાં તે 'નાગિન 6'માં જોવા મળી રહી છે. અભિનેત્રી પોતાની બીમારીમાંથી સ્વસ્થ થતાંની સાથે જ શોમાં પાછી આવી ગઈ છે અને ચાહકો સાથે તેની ઝલક પણ શેર કરી છે. મહેકે તેની ઈન્સ્ટા સ્ટોરી પર શોના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે.  જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે "હું પરત આવી ગઈ છું." આ દરમિયાન મહેક જાંબલી રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ICUમાં દાખલ થયા બાદ કામ પર પરત ફરી Mahekk Chahal, 'નાગિન 6'ના સેટથી તસવીર શેર કરી

મહેક ચહલને આ બીમારી હતી

મહેક ચહલને ન્યુમોનિયા થયો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેને 2 જાન્યુઆરી 2023ના રોજ દાખલ કરવામાં આવી હતી. તે ICUમાં વેન્ટિલેટર પર હતી. તેનો ઓક્સિજન વારંવાર ઉપર અને નીચે જતો રહેતો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેના બંને ફેફસાંમાં ચેપ લાગ્યો હતો. વેલ, હવે અભિનેત્રી એકદમ ફિટ એન્ડ ફાઈન છે અને કામ પર પણ પાછી ફરી છે. મહેકના કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધી 'છોડો ના યારા', 'યમલા પગલા દિવાના' અને 'મુંબઈ કટિંગ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ સિવાય તે વિવાદાસ્પદ શો 'બિગ બોસ 5'માં પણ જોવા મળી છે. હાલમાં તે તેજસ્વી પ્રકાશ સ્ટારર શો 'નાગિન 6'માં જોવા મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર

Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોતKheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર

Embed widget