![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Rakhi Sawant Video: પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ હવે રાખી સાવંતે શેર કર્યો તેના બેડરૂમનો વીડિયો, આવો હતો કપલનો સંબંધ
Rakhi Sawant Viral Video: રાખી સાવંતે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે આદિલ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
![Rakhi Sawant Video: પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ હવે રાખી સાવંતે શેર કર્યો તેના બેડરૂમનો વીડિયો, આવો હતો કપલનો સંબંધ Rakhi Sawant Share Romantic Bedroom Video With Husband Adil Khan After Marriage Rakhi Sawant Video: પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ હવે રાખી સાવંતે શેર કર્યો તેના બેડરૂમનો વીડિયો, આવો હતો કપલનો સંબંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/bebe8fa79a195929ff898120be33a7161675831501330209_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rakhi Sawant Bedroom Video: બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ તાજેતરમાં તેના પતિ આદિલ પર છેતરપિંડી અને મારપીટ જેવા ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. જે બાદ પોલીસે આદિલની ધરપકડ કરી લીધી છે. રાખી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં હાલમાં જ તેણે આદિલ સાથેનો તેનો બેડરૂમનો વીડિયો શેર કર્યો છે.
રાખીએ બેડરૂમનો વીડિયો શેર કર્યો છે
આ વીડિયો રાખી સાવંતે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે આદિલ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. બંનેનો આ વીડિયો ઘણો જૂનો છે. આને શેર કરતા રાખીએ કેપ્શનમાં તૂટેલા હૃદય સાથે ઘણા ઇમોજી બનાવ્યા છે. આ વિડિયો જોયા બાદ અભિનેત્રી ખૂબ જ ભાવુક થઈ ગઈ છે અને કમેન્ટમાં તેને કહી રહી છે કે બધુ બરાબર છે, જ્યારે લોકો ફરી એકવાર રાખીને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું, 'હું અનફોલો કરી રહ્યો છું કારણ કે હું તમારો ડ્રામા જોઈને કંટાળી ગયો છું'. આ સિવાય બીજાએ લખ્યું કે, 'હવે આ વીડિયોનો અર્થ શું છે'
View this post on Instagram
આદિલની ગર્લફ્રેન્ડ માતા બનવાની છે
તમને જણાવી દઈએ કે હાલમાં જ રાખીએ આદિલ સાથે જોડાયેલ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં ઇન્સ્ટન્ટ બોલિવૂડે સોમવારે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. જેમાં રાખી કહી રહી છે કે- 'તાજેતરમાં એક ઈરાની વિદ્યાર્થીએ મૈસૂરમાં આદિલ પર રેપનો કેસ દાખલ કર્યો છે. બીજી તરફ આદિલ ખાનની ગર્લફ્રેન્ડ તનુ ચંદેલ પ્રેગ્નન્ટ છે અને માતા બનવાની છે. આ બધું મારા માટે એકદમ આઘાતજનક છે. આદિલ, તેં મારી સાથે બાળકનું પ્લાનિંગ કર્યું હતું, હું તારી પત્ની છું અને તું તારી ગર્લફ્રેન્ડ સાથે બાળકનું પ્લાનિંગ કરી રહ્યો છે.'
આ પણ વાંચો: Adil Khan : રાખી સાવંતના પતિ આદિલ પર રેપની ફરિયાદ, ઈરાની વિદ્યાર્થીનીએ નોંધાવી FIR
Rakhi Sawant Husband Adil Khan: બોલીવૂડ એક્ટ્રેસ અને ડ્રામા ક્વિન રાખી સાવંતના પતિ આદિલ ખાનની સામે રેપની ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે ઈરાનની એક વિદ્યાર્થીએ આદિલ પર રેપની ફરિયાદ નોંધાવી છે. આદિલ સામે ઈરાની યુવતીએ પોલીસમાં ફરિયાદ રાખી સાવંતના પતિ આદિલ વિરુદ્ધ મૈસુરમાં ફરિયાદ નોંધાવી છે. આદિલ સામે ઈરાનની એક વિદ્યાર્થીનીએ મૈસૂરના વીવી પુરમ સ્ટેશનાં રેપની ફરિયાદ નોંધાવી છે. આદિલ સામે ફરિયાદ આઈપીસીની ધારા 376, 417,420, 504 અને 506 અંતર્ગત નોંધાઈ છે. મીડિયા અહેવાલ અનુસાર, ઈરાનથી એક વિદ્યાર્થીની મૈસૂરમાં ડોક્ટર ઓફ ફાર્મસીનો અભ્યાસ કરવા ભારત આવી હતી. તે યુવતી આદિલ ખાનને ડેઝર્ટ લેબ ફૂડ અડ્ડામાં મળી હતી. આદિલ તે ફૂડ આઉટલેટનો માલિક હતો. ધીમે-ધીમે બંનેની નિકટતા ઘણી વધી ગઈ હતી. ફરિયાદ મુજબ, ઈરાની વિદ્યાર્થીનીએ આદિલ પર આરોપ લગાવ્યો છે કે તેણે લગ્નનો વાયદો કરી મૈસૂરના એક એપાર્ટમેન્ટમાં તેની સાથે રેપ કર્યો, જ્યાં તેઓ સાથે રહેતા હતા. જાણકારી મુજબ ઈરાની યુવતીએ 5 મહિના પહેલા જ્યારે આદિલ સાથે લગ્ન કરવાની વાત કરી તો તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દિધો અને કહ્યું કે તેના જેવી ઘણી છોકરીઓ સાથે તેના આ પ્રકારના સંબંધો છે.
જ્યારે યુવતીએ આદિલને ધમકી આપી કે તે પોલીસમાં ફરિયાદ કરવા જઈ રહી છે, તો તેણે સ્નેપચેટ પર બે મોબાઈલ નંબરથી યુવતીની કેટલીક ઈન્ટિમેટ તસવીરો તેને મોકલી હતી. યુવતીએ પોતાની ફરિયાદમાં બંને ફોન નંબરનો પણ ઉલ્લેખ કર્યો છે. આદિલે યુવતીને ધમકી આપતા કહ્યું કે તે આ તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી દેશે અને તેના માતા-પિતાને પણ મોકલી દેશે. તેણે ધમકી પણ આપી હતી કે જો તેની સામે કોઈ ફરિયાદ કરશે તો તે તેને જાનથી મારી નાખશે.
રાખી સાવંતે પણ આદિલ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. રાખીનો દાવો છે કે આદિલ તેની સાથે ખરાબ વ્યવહાર કરતો હતો. તેને નિર્દયતાથી મારતો હતો. રાખીએ આદિલ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે આદિલના અન્ય ઘણી છોકરીઓ સાથે અફેર છે. રાખીની ફરિયાદ બાદ આદિલને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. હવે આદિલ સામે રેપની ફરિયાદ નોંધવામાં આવી છે.
ડ્રામા ક્વિન તરીકે જાણીતી રાખી સાવંતે પતિ આદિલ ખાન દુર્રાની પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તેનું કોઈ અન્ય યુવતી સાથે અફેર હતું. જો આદિલ સુધરશે નહીં તો તે તેને ખુલ્લો પાડશે. યુવતીનું નામ અને ફોટો-વિડિયો પણ જાહેર કરવામાં આવશે. આદિલ ખાને એક્ટ્રેસની ઈચ્છા પ્રમાણે ન કર્યું તો તેણે તે યુવતીનું નામ સાર્વજનિક કરી દીધું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)