'મોડી રાત્રે ઘરે આવતી ત્યારે પિતા મને વેશ્યા કહેતા હતા...' - ટીવી અભિનેત્રી સનસનાટીભર્યો ખુલાસો
એક્ટ્રેસે પિતાના ખરાબ વર્તન અંગે વ્યક્ત કર્યું દુઃખ; ૧૬ વર્ષની ઉંમરે ભોગવ્યો હતો અપમાનનો કડવો અનુભવ; પિતાના નિધન પહેલા ૨ વર્ષ સુધી નહોતી બોલી અભિનેત્રી, હવે છે પસ્તાવો.

Shiny Doshi controversy: ગ્લેમરની દુનિયા બહારથી જેટલી ચમકદાર દેખાય છે, અંદરથી તેટલી જ પડકારજનક અને સંઘર્ષપૂર્ણ હોય છે. કલાકારોને માત્ર વ્યાવસાયિક સ્તરે જ નહીં, પરંતુ વ્યક્તિગત સ્તરે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી જ એક કડવી વાસ્તવિકતા ટીવી અભિનેત્રી શાઇની દોષીએ તાજેતરમાં ઉજાગર કરી છે, જેને તેના પોતાના પિતા દ્વારા અપમાનજનક શબ્દોનો સામનો કરવો પડ્યો હતો.
'પંડ્યા સ્ટોર' અને 'જમાઈ રાજા' જેવી લોકપ્રિય સિરિયલોથી ઘરે-ઘરે જાણીતી થયેલી અભિનેત્રી શાઇની દોષીએ પોતાના જીવનનો એક અત્યંત પીડાદાયક અને અંગત અનુભવ શેર કર્યો છે. તેણીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેના પિતાને તેનું શૂટિંગમાં મોડે સુધી રોકાવવું બિલકુલ ગમતું ન હતું અને તેઓ તેને અપમાનિત કરતા હતા.
'મારા પિતા મને વેશ્યા કહેતા હતા'
સિદ્ધાર્થ કન્નન સાથેના એક ઇન્ટરવ્યુમાં શાઇની દોશીએ કહ્યું, "મારા પિતા મને વેશ્યા કહેતા હતા. મારું પ્રિન્ટ શૂટિંગ અમદાવાદમાં ઘણા લાંબા સમય સુધી ચાલતું હતું. ક્યારેક રાત્રે ૨ કે ૩ વાગ્યે પેક-અપ થતું. મમ્મી દરેક શૂટિંગમાં મારી સાથે રહેતી હતી, ત્યારે હું ફક્ત ૧૬ વર્ષની હતી. અને જ્યારે અમે ઘરે આવતા ત્યારે એવું નહોતું કે તે પૂછે કે, તમે ઠીક છો? શું તમે સુરક્ષિત છો? તે ખરાબ શબ્દો બોલતો હતો. 'તમારી દીકરીને ૩ વાગ્યા સુધી લઈ જવા જેવું? શું તમે ધંધો કરો છો?' તેની ભાષા ખરાબ હતી." અભિનેત્રીએ જણાવ્યું કે તેના પિતાનો આ પ્રકારનો વ્યવહાર તેના માટે અત્યંત અપમાનજનક અને પીડાદાયક હતો.
પિતા સાથેના સંબંધો અને પસ્તાવો
શાઇની દોષીના પિતા હવે આ દુનિયામાં નથી, પરંતુ અભિનેત્રીએ જણાવ્યું કે તેના પિતાના મૃત્યુના બે વર્ષ પહેલા સુધી તે તેમની સાથે વાત કરતી નહોતી. શાઇનીએ સ્વીકાર્યું કે તેને હવે આ વાતનો ખૂબ જ પસ્તાવો છે. અભિનેત્રી ભાવુક થઈને કહે છે કે, "જીવનમાં આ કેટલીક ગાંઠો છે જેને તમે ક્યારેય ખોલી શકતા નથી." તેણીએ આ જીવનમાંથી પાઠ શીખ્યા છે, પણ આજે પણ ક્યારેક તેને ખૂબ જ નબળાઈ લાગે છે. કારણ કે તેના જીવનમાં પિતા જેવું કોઈ નથી જે તેને ટેકો આપી રહ્યું હોય.





















