Taarak Mehta Ka Ooltah Chashmah: આ છે તારક મહેતાના નવા નટુકાકા, જાણો શું હતું ઘનશ્યામ નાયક સાથે કનેકશન
આ શો છેલ્લા 14 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર તેના ચાહકો માટે ખૂબ જ ખાસ છે. કેટલાક કલાકારોએ શો છોડી દીધો અને કેટલાકે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.
આ શો છેલ્લા 14 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર તેના ચાહકો માટે ખૂબ જ ખાસ છે. આ છેલ્લા 14 વર્ષોમાં કેટલાક કલાકારોએ શો છોડી દીધો અને કેટલાકે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું. આ શોમાં નટ્ટુ કાકાના પાત્રે 13 વર્ષ દર્શકોને ખૂબ હસાવ્યાં પરંતુ ગયા વર્ષે નટ્ટુ કાકાના અવસાન બાદ આ શો ઘણા મહિનાઓ સુધી નટ્ટુ કાકા વગર ચાલતો હતો.
ચાહકો તેને દરેક એપિસોડમાં યાદ કરતા હતા. તેથી હવે શો મેકર્સે નવા નટ્ટુ કાકાની શોધ કરી લીધી છે. ચાલો જાણીએ કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નવા નટ્ટુ કાકા કોણ છે અને ઘનશ્યામ નાયક સાથે તેમનો શું સંબંધ છે? શોના નિર્માતાએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, “દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે અને અમે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા માટે નટુકાકાની શોધ કરી લીઘી છે. હવે નટુકાકાની ભૂમિકા કિરણ ભટ્ટ નિભાવશે.
નટ્ટુ કાકાની શોધ થઇ ખતમ
અભિનેતા કિરણ ભટ્ટ, જેમણે ગુજરાતી રંગભૂમિમાં ઘણું કામ કર્યું છે. કિરણ ભટ્ટ ઘણા વર્ષોથી થિયેટર સાથે જોડાયેલા છે. ઘનશ્યામ નાયક ની જેમ અનુભવી કલાકાર છે અને તેની પાસે ઘણા વર્ષોનો અભિનયનો અનુભવ છે. "કિરણે ઇન્ટર કૉલેજ પછી 60 થી વધુ નાટકોનું નિર્દેશન કર્યું છે. મેં તેની સાથે કામ કર્યું છે. તેણે 'હૂ ઈઝ હૂટ' નામનું એક ગુજરાતી નાટક કર્યું છે. કિરણ એક મહાન કોમેડિયન પણ છે.
શું હતું ઘનશ્યામ નાયક સાથે કનેકશન
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસ નાયકે જણાવ્યું કે, કેવી રીતે તેના પિતાએ કિરણ ભટ્ટના પ્રોડક્શનમાં કામ કર્યું હતું, તેણે એ પણ શેર કર્યું કે, નવા નટુ કાકાએ ઘનશ્યામ નાયકને ઘણી વખત ઘડિયાળ ભેટ આપી હતી. વિકાસે E-Times ને કહ્યું, “મને લાગે છે કે કિરણ ભટ્ટ જી, જે મારા પિતા દ્વારા ભજવવામાં આવેલ ભૂમિકા ભજવી રહ્યા છે, તે આ પાત્રને સારો ન્યાય આપી કરશે. મારા પિતાએ કિરણજી દ્વારા નિર્મિત અનેક ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો હતો. તે ઘડિયાળોનો શોખીન છે અને ઘણીવાર મારા પિતાને ઘડિયાળો ભેટમાં આપે છે. મેં તેમને આ ભૂમિકા માટે માટે અભિનંદન પાઠવું છું."