Video: ફરી એકવાર ઓસ્કાર વિજેતા ગીત 'નાટૂ- નાટૂ'એ મચાવી ધમાલ, ટેસ્લા કારની લાઈટો સાથેનો જોવા મળ્યો જબરદસ્ત શો
Viral Video: તાજેતરમાં જ ફિલ્મ RRRના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ટેસ્લા કારની હેડલાઈટ ઓસ્કાર વિજેતા ટ્રેક ‘નાટૂ- નાટૂ’ ના બિટ્સ સાથે સમન્વય કરતી જોવા મળે છે.
Viral Video: તાજેતરમાં દક્ષિણ ભારતીય ફિલ્મ RRRની ધમાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. જ્યારે ફિલ્મે તેના સુપરહિટ ગીત 'નાટૂ-નાટૂ' માટે સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો. ત્યારથી આ ગીત માટે આખી દુનિયામાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલમાં જ એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ફરી ચર્ચામાં આવી છે.
એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં, કારની હેડલાઈટ ઓસ્કાર વિજેતા ટ્રેક 'નાટૂ નાટૂ'ના બિટ્સ સાથે મેચ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે ઝડપથી વાયરલ થઈ ગયો. હાલમાં, આ 1 મિનિટનો વીડિયો ફિલ્મ RRRના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. જેને ઘણા યુઝર્સ દ્વારા અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કરવામાં આવ્યો છે.
.@Teslalightshows light sync with the beats of #Oscar Winning Song #NaatuNaatu in New Jersey
— RRR Movie (@RRRMovie) March 20, 2023
Thanks for all the love. #RRRMovie @Tesla @elonmusk pic.twitter.com/wCJIY4sTyr
'નાટૂ-નાટૂ' ગીતનો ક્રેઝ (Natu Natu)
સોશિયલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરવાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે 'ટેસ્લા કારની લાઈટ્સ ન્યૂ જર્સીમાં ઓસ્કાર વિજેતા ગીત નાટૂ-નાટૂના બીટ્સ સાથે મેચ થઈ રહી છે. દરેકના વિશેષ પ્રેમ બદલ આભાર. હાલમાં આ વીડિયો ઝડપથી બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 6.7 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે વીડિયોમાં પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલી ટેસ્લા કારની હેડલાઈટ 'નાટૂ- નાટૂ' ગીતની બીટ પર ચાલુ અને બંધ થતી જોવા મળે છે.
એલોન મસ્કને (Elon Musk) વીડિયો ગમ્યો
વીડિયો જોઈને યૂઝર્સ તેના પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતીય યુઝર્સે આ વીડિયોની ખૂબ પ્રશંસા કરી છે. તે જ સમયે ટેસ્લાના (Tesla) સ્થાપક એલોન મસ્કએ (Elon Musk) પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. એલોન મસ્કે આના પર પ્રતિક્રિયા આપતાં ભલે કંઈ લખ્યું ન હોય, પરંતુ તેના બે રેડ હાર્ટ ઇમોટિકોન્સ કહી રહ્યા છે કે તેને તે ખૂબ ગમ્યું છે. 'નાટૂ- નાટૂ' ગીત એમએમ કીરવાણી દ્વારા રચવામાં આવ્યું હતું અને તેના ગીતો ચંદ્રબોઝે લખ્યા હતા.