શોધખોળ કરો
Advertisement
આ એક્ટરે બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી, મોત પહેલા શેર કરી પોસ્ટ
રિપોર્ટ અનુસાર બે યુવકોએ તેને કૂદતો અટકાવવા માટે પ્રયત્ન પણ કર્યો હતો પણ તે સફળ ન રહ્યાં અને એક વાહન સાથે ટકરાવાને કારણે ઈસાકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.
નલી દિલ્હીઃ હોલિવૂડ અભિનેતા ઈસાક કૈપી (Isaac Kappy)એ આત્મહત્યા કરી પોતાની જીવનલીલા સમાપ્ત કરી લીધી છે. યૂએસએ ટૂડેના અહેવાલ અનુસાર, અભિનેતાએ એરિઝોનાના ફ્લેગસ્ટાફની પાસે એક પુલથી કૂદીને આત્મહત્યા કરી હતી. એરિઝોનાના સાર્વજનિક સુરક્ષા વિભાગે આ દુખદ ઘટનાની જાણકારી આપી છે. ઇસાક 42 વર્ષના હતા અને તેણે હોલિવૂડની સુપરહિટ ફિલ્મ થોરમાં પણ કામ કર્યું હતું.
રિપોર્ટ અનુસાર બે યુવકોએ તેને કૂદતો અટકાવવા માટે પ્રયત્ન પણ કર્યો હતો પણ તે સફળ ન રહ્યાં અને એક વાહન સાથે ટકરાવાને કારણે ઈસાકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. એક્ટરે આત્મહત્યા કરતા પહેલા ઈન્સ્ટાગ્રામ પર લાંબો અને દિલ તોડી નાખનારો મેસેજ કર્યો છે.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘છેલ્લા એક સપ્તાહથી મેં પોતાની જાત અંગે ઘણા પ્રકારના આત્મમંથન કર્યા છે. હું મારી જાતને એક સારો માણસ સમજતો હતો પણ હું એક સારો માણસ નથી પણ કહેવા માગું છું કે, કે, હું જીવનભર એક ખરાબ વ્યક્તિ રહ્યો છું.’ પોતાની આ પોસ્ટમાં તેણે દારૂ અને ડ્રગ્સ સાથે સંધર્ષની સફર પણ વર્ણવી છે. તેણે જિસસ ક્રાઈસ્ટ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તે તમામ લોકોની માફી માગી જેમના દિલ તેણે જાણતા-અજાણતા દુભાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક્ટર સેટ ગ્રીન સાથે તણાવને કારણે પણ ઈસાક ચર્ચામાં રહ્યો હતો.View this post on InstagramBeware the man that has nothing to lose, for he has nothing to protect.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement