શોધખોળ કરો
Hrithik roshan birthday: ટાઈગર શ્રોફે ખાસ વીડિયો શેર કરીને પોતાના ‘ગુરુ’ ઋતિક રોશનને કર્યું બર્થડે વિશ
ઋતિક રોશન આજે પોતાનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ત્યારે આ ખાસ અવસર પર તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ શુભકામના પાઠવી રહ્યાં છે.
બોલિવૂડ એક્ટર ઋતિક રોશન આજે પોતાનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ત્યારે આ ખાસ અવસર પર તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ શુભકામના પાઠવી રહ્યાં છે. ત્યારે ટાઈગર શ્રોફે ઋતિક રોશનને ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યું છે. ટાઈગરે ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ વૉરનો એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં ટાઈગર શ્રોફ અને ઋ તિક રોશન એક્શન કરતા નજર આવી રહ્યાં છે. ટાઈગર શ્રોફે આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, “ આપનું આ વર્ષ શાનદાર રહે ગુરુજી, આપને સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ માટે શુભકામનાઓ. હેપ્પી બર્થડે.” ટાઈગરની આ પોસ્ટ પર ફેન્સ કમેન્ટ કરી ઋતિકને બર્થડે વિશ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ટાઈગર અને ઋતિકની વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ વૉરમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બન્નેએ શિષ્ય અને ગુરુની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં બન્નેની જોડી ખૂબ પસંદ કરવામાં આવી હતી. પહેલીવાર ટાઈગર અને ઋતિકે આ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
ટાઈગર શ્રોફના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તેની પાસે અનેક પ્રોજેક્ટ્સ છે જેમાં ગણપત, હીરોપંતી-2, બાગી-4 જેવી ફિલ્મો સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement