સૂત્રો અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની રિલીઝ તારીખને અક્ષય કુમાર અને રજનીકાંત સ્ટારર ફિલ્મ ‘2.0’ના કારણે તારીખ લંબાવી દેવામાં આવી છે. જો કે ફિલ્મ નિર્માતાએ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી. અક્ષયની ફિલ્મ 29 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.
2/5
આ ફિલ્મ 2012માં આવેલી રોમેન્ટિક કૉમેડી ફિલ્મ ‘સ્ટૂડેન્ડ ઑફ ધ ઈયર’ની સીક્વલ છે. જેનું નિર્દેશન કરણ જોહરેજ કર્યું હતું. ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
3/5
કરણ જોહરે સોમવારે ટ્વિટ કર્યું કે, “‘સ્ટૂડેન્ડ ઑફ ધ ઈયર’ની રિલીઝની નવી તારીખ આવી ગઈ છે. એડમિશન હવે 2019ની ગર્મીઓમાં થશે.”
4/5
મુંબઈ: ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘સ્ટૂડેન્ડ ઑફ ધ ઈયર’ની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મમેકર કરણ જોહરના આ ફિલ્મ આ વર્ષે 23 નવેમ્બરમાં રિલીઝ થવાની હતી જેની તારીખ લંબાવવામાં આવી છે અને તે આગામી વર્ષે 10 મેના રોજ રિલીઝ થશે.
5/5
‘સ્ટૂડેન્ડ ઑફ ધ ઈયર-2’નું નિર્દેશન પુનીત મલ્હોત્રા કરી રહ્યા છે. જેમાં ટાઈગર શ્રોફ સાથે તારા સુતારિયા અને અનન્યા પાંડે પણ છે. જે આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.