શોધખોળ કરો
સાંસદ બન્યા બાદ આ હોટ એક્ટ્રેસે સાઇન કરી પ્રથમ ફિલ્મ, જાણો કોણ હશે એક્ટર
પોસ્ટરમાં જોઈ શકો છો કે મા દુર્ગાની છબી નજરે જોવા મળી રહી છે.

મુંબઈઃ બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ ટીએમસી સાંસદ બન્યા અને લગ્ન કર્યા બાદ પ્રથમ બંગાળી ફિલ્મ સાઈન કરી છે. અહેવાલ છે કે તેની ફિલ્મ આગામી શિયાળામાં રિલીઝ થશે. ફિલ્મના ડાયરેક્ટર પાવેલ અનુસાર ‘અસુર’ ફિલ્મમાં નુસરત જહાં ઉપરાંત અબીર ચેટર્જી અને જીતને પણ સાઈન કરવામાં આવ્યા છે. ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે. પોસ્ટરમાં જોઈ શકો છો કે મા દુર્ગાની છબી નજરે જોવા મળી રહી છે. તેમાં એક શખ્સ આરતી પણ કરી રહ્યો છે. પહેલું પોસ્ટર 31 ઓગસ્ટે ટ્વીટર પર શેર કરવામાં આવ્યું હતું. નુસરતે જે આ પોસ્ટર રિલીઝ કર્યું છે તેમાં તે ક્યાંય દેખાઈ રહી નથી.
પહેલું પોસ્ટર જોઈને બધાને નુસરતનાં લુકની રાહ છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે અમને અસુરની રાહ છે. ઉલ્લેખનીય છે કે નુસરત છેલ્લે વર્ષ 2018માં નકાબ ફિલ્મમાં જોવા મળી હતી. 2018માં તેની ક્રિસકોસ ફિલ્મ પણ આવી હતી. ત્યારપછી તેણે રાજનીતિમાં પગ મુક્યો અને પછી કોઈ ફિલ્મ નથી કરી પરંતુ હવે તેણે ફરીથી ફિલ્મી જગતમાં જંપલાવ્યું છે.Stay Tuned!!! #Asur #FirstLookPoster #ThisWinter #ComingSoon@jeet30 @itsmeabir @Pavelistan @JeetzFilmworks @amitjumrani @gopalmadnani pic.twitter.com/OhBVD7dgB9
— Nusrat (@nusratchirps) September 1, 2019
વધુ વાંચો





















