Watch: આ ટ્રાવેલ બેગ તેના માલિકની પાછળ-પાછળ જ ફરે છે, વિશ્વાસ ના આવે તો જુઓ વીડિયો
આ વીડિયોમાં તમને એક અલગ પ્રકારની ટ્રાવેલ બેગ જોવા મળશે. વીડિયોમાં તમે જે ટ્રાવેલ બેગ જોશો તે કોઈ સામાન્ય બેગ નથી. પરંતુ આ ટ્રાવેલ બેગમાં અદ્ભુત ટેક્નોલોજી લગાવવામાં આવી છે.
Travel Bag Follows You: સોશિયલ મીડિયા પર ચોંકાવનારા વીડિયોની કમી નથી. દરરોજ ફીડ સ્ક્રોલ કરતી વખતે, આપણને આવા ઘણા વીડિયો જોવા મળે છે, જેના પર આપણે એક ક્ષણ માટે પણ વિશ્વાસ કરી શકતા નથી. કેટલાક વીડિયો જોઈને આપણને આંખો પર વિશ્વાસ પણ નથી આવતો. આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં તમને એક અલગ પ્રકારની ટ્રાવેલ બેગ જોવા મળશે. વીડિયોમાં તમે જે ટ્રાવેલ બેગ જોશો તે કોઈ સામાન્ય બેગ નથી. પરંતુ આ ટ્રાવેલ બેગમાં અદ્ભુત ટેક્નોલોજી લગાવવામાં આવી છે. આ બેગની ખાસિયત જાણીને તમને આશ્ચર્ય થશે.
આ વાયરલ વીડિયોમાં તમે એક વ્યક્તિને બેગ લઈને જતા જોઈ શકો છો. તે માણસ આગળ ચાલી રહ્યો છે અને બેગ તેની પાછળ પાછળ આવી રહી છે. આ ટ્રાવેલ બેગની ખાસિયત એ છે કે તે આપોઆપ તેના માલિકની પાછળ-પાછલ ચાલે છે.
Travel bag that follows its owner. 👍🤣🤣pic.twitter.com/z02CPBCjZQ
— Figen (@TheFigen) July 24, 2022
માલિકને ફોલો કરતી બેગઃ
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ જ્યાં પણ જઈ રહ્યો છે ત્યાં તેની પાછળ બેગ આપમેળે જ ફરે છે. આ બેગમાં તેના માલિકને ફોલો કરવાની ટેક્નોલોજી લગાવવામાં આવી છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, જો કોઈ આ બેગને પાછળથી ચોરી કરે લે તો શું માલિકને તેની જાણ થશે? વીડિયોમાં આ સવાલનો જવાબ તો નથી મળતો પણ, આ લેટેસ્ટ ટેક્નોલોજીવાળી બેગ તમારી મુસાફરીને ચોક્કસથી આસાન બનાવી દેશે.