IND vs WI: રોહિત શર્માએ ગુજરાતીમાં અક્ષર પટેલની તોફાની બેટિંગની પ્રસંશા કરી, જુઓ શું કહ્યું...
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સિરીઝ રમી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝમાં નથી રમી રહ્યો.
Rohit Sharma Tweet: ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સિરીઝ રમી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝમાં નથી રમી રહ્યો. જોકે, રોહિત શર્મા સહિતના સિનિયર ખેલાડીઓ વિના પણ ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે બીજી વનડેમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝને 2 વિકેટે હરાવ્યું હતું. ભારત માટે ઓલરાઉન્ડર અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અક્ષર પટેલની આ તોફાની બેટિંગ વિશે કેપ્ટન રોહિત શર્માએ ટ્વીટ કર્યું છે અને પ્રસંશા કરી છે.
'બાપુ બધું સરુ છે...'
રોહિત શર્માએ ટ્વીટર પર લખ્યું કે, "ટીમ ઈન્ડિયાએ ગઈકાલે રાત્રે શાનદાર પ્રદર્શન કર્યું. બાપુ બધું સરુ છે." આ સાથે રોહિત અક્ષર પટેલ અને BCCIને પણ ટેગ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અક્ષર પટેલ બાપુ તરીકે પ્રખ્યાત છે. આ મેચમાં અક્ષર પટેલે 35 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતીય ટીમે આ જીતની સાથે જ ત્રણ મેચની વનડે સિરીઝ જીતી લીધી છે અને ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. જો કે આ સિરીઝની છેલ્લી મેચ હજુ રમવાની બાકી છે.
Woah 🤯 that was some performance from team India last night. Bapu badhu Saru che @akshar2026 @bcci
— Rohit Sharma (@ImRo45) July 25, 2022
અક્ષર પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયોઃ
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 મેચની વનડે સિરીઝની છેલ્લી મેચ 27 જુલાઈએ રમાશે. ત્યાર બાદ આ ODI શ્રેણી પછી, બંને ટીમો વચ્ચે T20 શ્રેણી રમાવાની છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડીઝ સામેની આ T20 સિરીઝમાં વાપસી કરશે. ઉલ્લેખનીય છે કે, ODI સિરીઝની બીજી મેચમાં અક્ષર પટેલે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ શાનદાર પ્રદર્શન માટે અક્ષર પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.