Shocking: દારુ પીતાં-પીતાં અચાનક યુવકના મોં પર લાગી આગ, વીડિયો થયો વાયરલ
દારૂ પીવો એ યોગ્ય છે કે અયોગ્ય? આ મુદ્દા પરની ચર્ચા અર્થહીન છે, કારણ કે પીનારાઓને પીવા માટે માત્ર એક બહાનું જોઈએ છે.
Trending Video: દારૂ પીવો એ યોગ્ય છે કે અયોગ્ય? આ મુદ્દા પરની ચર્ચા અર્થહીન છે, કારણ કે પીનારાઓને પીવા માટે માત્ર એક બહાનું જોઈએ છે. પરંતુ હિન્દીમાં એક કહેવત છે કે, જાન હૈ તો જહાન હૈ. જો કે, આ કહેવતની અસર કેટલાક લોકો માટે પહોંચની દુરની બાબત છે. અને આવા લોકો પોતોના જીવના જોખમે અજીબો ગરીબ સ્ટંટ કરતા જોવા મળતા હોય છે. આવા જે એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા લોકો દંગ રહી ગયા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ આ યુવકને દારૂ પીવડાવતો જોઈ શકાય છે. મજાક મસ્તીમાં કોઈની મંજુરી લીધા પછી દારૂ પીવડાવવો ક્યારેક યોગ્ય કહી શકાય પરંતુ આવી મસ્તી ક્યારેક ભારે પડી જાય છે અને જીવલેણ પણ બની શકે છે.
જો તમે આ વાયરલ વીડિયોને નજીકથી જોશો તો તમને ખબર પડશે કે વાઈન ગ્લાસમાં પણ આગ લાગી છે. દારૂ પીનારાઓ માટે પણ આ એક નવો ટ્રેન્ડ છે. તમે વીડિયોમાં જોશો કે વ્યક્તિ ઉપરથી અન્ય વ્યક્તિના મોંમાં દારૂ નાખી રહ્યો છે અને ત્યારે જ તેના મોઢામાં આગ લાગી જાય છે.
— vídeos pra ver cagando (@videosvecagando) July 25, 2022
'શરાબી'ના મોં પર આગઃ
વીડિયોમાં દેખાતા લોકો નશામાં ધૂત થઈ ગયા છે અને તેમના જીવ સાથે રમત રમી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે તે વ્યક્તિના મોંમાં આગ લાગી છે અને સામે વાળો વ્યક્તિ આગને ઓલવવા માટે તેના ચહેરા પર થપ્પડ પણ મારે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @videosvecagando નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા પોસ્ટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1.9 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. 1.29 લાખથી વધુ ટ્વિટર યુઝર્સે પણ આ વીડિયોને લાઈક કર્યો છે.