Tunisha Sharma Death Case: Sheezan Khanને ચપ્પલ વગર કોર્ટમાં ખેંચતી જોવા મળી પોલીસ, Video Viral થતા લોકો રોષે ભરાયા
તુનિષા શર્મા આત્મહત્યા કેસના આરોપી શીઝાન ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વિડીયોમાં પોલીસ શીજાનને ખેંચતી જોવા મળી રહી છે. આ અંગે લોકોએ તેમની નારાજગી વ્યક્ત કરી છે.
Sheezan Khan Video: તુનિષા શર્મા આત્મહત્યા કેસના આરોપી શીઝાન ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વિડીયોમાં પોલીસ શીજાનને ખેંચતી જોવા મળી રહી છે. આ અંગે લોકોએ તેમની નારાજગી વ્યક્ત કરી છે.
Tunisha Sharma Death Case: ટીવી અભિનેત્રી તુનીષા શર્માએ 20 વર્ષની ઉંમરે પોતાના ટીવી શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'(Ali Baba: Dastan-E-Kabul)ના સેટ પર ફાંસી લગાવીને પોતનો જીવ ગુમાવ્યો હતો. તેની માતાએ તેની પુત્રીની આત્મહત્યા માટે ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન ખાનને જવાબદાર ગણાવ્યો છે. આ સાથે જ શીઝાન ખાનની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. શીજાન હાલ પોલીસ કસ્ટડીમાં છે. અગાઉ પણ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન શીજનને ચપ્પલ વગર લઈ જવાને લઈને લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
શીજાનને ખેંચતી જોવા મળી હતી પોલીસ
તુનીશા શર્મા આત્મહત્યા કેસમાં શીજાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. શીજાન 28 ડિસેમ્બર 2022 સુધી પોલીસ કસ્ટડીમાં હતો. તાજેતરમાં જ તેને વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના રિમાન્ડ વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં પોલીસ શીજાનને ચપ્પલ વગર કોર્ટમાં ખેંચતી જોવા મળી રહી છે. પાપરાઝી અને મીડિયાએ તેને ઘેરી લીધો. પોલીસ તેમને ટાળવા ઉતાવળમાં કોર્ટની અંદર જઈ રહી હતી.
View this post on Instagram
લોકો ગુસ્સે થયા
આ દરમિયાન પોલીસ જે રીતે શીજાનને ખેંચી રહી હતી. તે લોકોને ગમ્યું ન હતું. આ દરમિયાન શીજન ઉઘાડા પગે હતો. આ જોઈ લોકો સોશિયલ મીડિયા પર લોકો પોલીસ અને મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.આ સંદર્ભમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તેને અમાનવીય ગણાવી રહ્યા છે. એક યુઝરે કહ્યું, "આરોપી સાથે આવું કરવું એ અમાનવીય છે." બીજાએ ટિપ્પણી કરી, "આ શરમજનક વર્તન છે." એકે કહ્યું, "કોઈની સાથે આવું વર્તન કરવું તે અમાનવીય છે."
Tunishaની આત્મહત્યાનું કારણ
તુનિષા શર્માની માતા મુજબ, શીજાન ખાન સાથેના બ્રેકઅપને કારણે તેની પુત્રીએ આ મોટું પગલું ભર્યું. થોડા મહિના પહેલા તુનિષા અને શીજાન રિલેશનશિપમાં આવ્યા હતા. તેની માતાનો આરોપ છે કે શીજાન બીજી ઘણી છોકરીઓ સાથે સંબંધમાં હતો, આ કારણે જ તેણે અચાનક તુનીશા સાથે સંબંધ તોડી નાખ્યો. બ્રેકઅપ બાદ તુનીશા ખૂબ જ દુખી હતી.
હાલ પોલીસ શીજાન પાસેથી સત્ય બહાર કાઢવામાં લાગેલી છે. પોલીસનું કહેવું છે કે શીજાન વારંવાર નિવેદન બદલી રહ્યો છે અને તે બ્રેકઅપનું કારણ તેઓના અલગ ધર્મ અને ઉંમરનું અંતર જણાવી રહ્યો છે.