શોધખોળ કરો
Advertisement
પ્રેગ્નેન્સીના 10માં મહિનામાં પહોંચી આ એક્ટ્રેસ, કહ્યું- ‘બાળક નક્કી કરશે કે.....’
નેક હિટ ટિવી સીરિયલમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ છવિ મિત્તલ બીજી વખત માતા બનવા જઈ રહી છે. 35 વર્ષની છવિએ વર્ષ 2005માં ટીવી ડાયરેક્ટર મોહિત હુસૈન સાથે લગ્ન કર્યા હતા.
મુંબઈઃ અનેક હિટ ટિવી સીરિયલમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ છવિ મિત્તલ બીજી વખત માતા બનવા જઈ રહી છે. 35 વર્ષની છવિએ વર્ષ 2005માં ટીવી ડાયરેક્ટર મોહિત હુસૈન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં છવિએ એક દીકરી અરીજાને જન્મ આપ્યો હતો. હવે છવિ બીજી વખત માતા બનવા જઈ રહી છે. બીજી પ્રેગ્નેન્સીમાં છવિએ એવી પોસ્ટ શેર કરી જે વાંચીને તમને પણ આશ્ચર્ય થશે.
છવિની પ્રેગ્નેન્સીના 9 મહિના પૂરા થઈ ગયા છે અને 10મો મહિનો શરૂ થયો છે. આ ચોંકાવનારી વાત છે. સામાન્ય રીતે ડિલિવરી 9માં મહિને થઈ જાય છે. જ્યારે છવિએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી તો લોકોને લાગ્યું કે તેણે 9ના બદલે ભૂલથી 10 લખી દીધું છે. પરંતુ એવું નથી ખરેખર છવિનો 10મો મહિનો શરૂ થઈ ગયો છે. છવિએ લખ્યું કે, માત્ર બાળક નક્કી કરશે કે લેબર પેઈન ક્યારે શરૂ થશે. છવિએ તસવીર શેર કરતાં લખ્યું, “સામાન્ય રીતે આવું ઘણીવાર થાય છે. બાળક અંદર સંપૂર્ણપણે સુરક્ષિત છે. આવું થાય તો કોઈપણ માતાએ પરેશાન ન થવું જોઈએ.” છવિએ મજાકિયા અંદાજમાં એમ પણ લખ્યું કે, બાળકનો જન્મ થશે પછી મને એક મિનિટ પણ આરામ નહીં મળે એટલે હું હાલ ખુશ છું અને આ સમયને માણી રહી છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion