શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા કા....’માં દિશા વાકાણાની હકાલપટ્ટી નિશ્ચિત! પ્રોડ્યુસરે આપ્યો 30 દિવસનો સમય
મુંબઈઃ ‘તાહક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘દયા બેન’ દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શોમાંથી ગાયબ છે. સપ્ટેમ્બરત 2017થી તે મેટરનિટી લીવ પર છે. જોકે હવે દિશા વાકાણીની શોમાંથી કાયમી માટે ગાયબ થઈ શકે છે. મીડિયા અહેવાલ નુસાર શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ દિશા વાકાણીને 30 દિવસનો સમય આપ્યો છે. જો 30 દિવસમાં હાજર નહીં થાય તો તેની જગ્યાએ અન્ય કોઈ એક્ટ્રેસને રિપ્લેસ કરવામાં આવશે. જોકે દિશા વાકાણીનું સ્થાન કોણ લેશે એની સ્પષ્ટતા કરવામાં આવી નથી.
દિશા વાકાણી મેટરનિટી લીવ પર હતી ત્યાર પછી સતત તે શોમાં જોડાશે કે નહિ તે અંગે ચર્ચા-વિચારણા ચાલ્યા કરતી હતી. હવે આ સુપરહિટ શોના પ્રોડ્યુસર આસિત મોદીએ નક્કી કર્યું છે કે દિશા 30 દિવસની અંદર અંદર સેટ પર બંને પક્ષને મંજૂર હોય તેવી શરતો માનીને હાજર નહિ થાય તો તેની શોમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આસિત મોદીએ દિશાને એક મહિનાનો સમય આપ્યો છે. દયાબેનના શૂટિંગના છેલ્લા દિવસ પછી બન્ને પક્ષે કોઈ સંપર્ક નથી. તારક મહેતાની ટીમને દિશા તેના બાળકોની સારસંભાળ રાખવાનો નિર્ણય કરે તેમાં કોઈ વાંધો નથી. પણ તેના પાછા ફરવા માટે તેણે જે શરતો મૂકી છે તે સ્વીકારવી મુશ્કેલ છે. છેલ્લે તેના પતિ મયૂર પડિયાએ જ પ્રોડ્યુસર સાથે વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે દયાબેનના પતિ મયૂરે શરત મૂકી હતી કે દિશા માત્ર દિવસના ચાર જ કલાક શૂટ કરશે અને મહિનાના 15 જ દિવસ કામ કરશે. આ ઉપરાંત દિશાને તેની ફીમાં 100 ટકા વધારો જોઈતો હતો. વળી મયૂરને લાગતું હતું કે પ્રોડ્યુસરે દિશાને અમુક રકમ ચૂકવી નથી પરંતુ પ્રોડક્શન હાઉસે આ વાતને રદિયો આપી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement