શોધખોળ કરો
Advertisement
છૂટાછેડાના 6 વર્ષ બાદ ફરી લગ્ન કરી રહી છે આ બોલિવૂડ એક્ટ્રેસ, સામે આવી લગ્નની તારીખ
કામ્યાના આ બીજા લગ્ન હશે. પહેલા લગ્ન બિઝનેશમેન બંટી નેગી સાથે વર્ષ 2003માં થયા હતા.
નવી દિલ્હીઃ પૉપ્યુલર ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી પોતાના બૉયફ્રેન્ડ શલભ દાંગ સાથે લગ્ન રવા જઈ રહી છે. કામ્યા અને શલભ દાંગ સપ્ટેમ્બ 2019થી રિલેશનશિપની સત્તાવાર જાહેરાત કરી હતી. કામ્યા ઘણા દિવસોથી લગ્નનું પ્લાનિંક કરી રહી છે. પરંતુ તેમણે લગ્નની તારીખનો ખુલાસો કર્યો નથી. હવે આ એક્ટ્રેસે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મુકી છે. આ પોસ્ટમાં કામ્યાએ શલભ સાથેનો ફોટો શૅર કર્યો છે.
કામ્યાએ જણાવ્યું કે તે 10 ફેબ્રુઆરી 2020ના રોજ શલભ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ ઘોષણાની સાથે કામ્યાએ તેનો અને શલભનો રોમેન્ટિક ફોટો પણ શેર કર્યો છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે. કામ્યા આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તે કહે છે કે તે તેના લગ્નમાં ખૂબ નાચવા માંગે છે.
કામ્યાના આ બીજા લગ્ન હશે. પહેલા લગ્ન બિઝનેશમેન બંટી નેગી સાથે વર્ષ 2003માં થયા હતા. પરંતુ આ લગ્ન વધારે ન ટક્યા અને 2013માં બંને અલગ થઈ ગયા હતા. કામ્યાના પહેલાથી જ બે બાળકો છે. જ્યારે કામ્યા સાથે પ્રીવેડિંગ ફંક્શન અંગે વાત કરવામાં આવી તો તેણે જણાવ્યું કે હલ્દી અને સંગીત 9 ફેબ્રુઆરીએ હશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે લગ્ન ગુરુદ્વારામાં થશે અને 11 ફેબ્રુઆરીએ ગ્રાન્ડ પાર્ટી આપશે. બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરતા કામ્યાએ કહ્યું કે, 'ઇમાનદારીથી કહું તો એકદમથી જ લગ્નની તારીખ આવી છે. હું થોડી વાધારે આ ફિલિંગને એન્જોય કરવા માંગુ છું. જોકે, અમારો પરિવાર શલભ અને હું વધારે લાંબા સમય સુધી રાહ જોવા માંગતા નથી. દિલ્હીમાં રિસેપ્શન પછી અમે હનિમૂન માટે જઈશું. જ્યાં હું બિકીની પહેરીશ.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion