શોધખોળ કરો
Advertisement
PM-CARES ફંડમાં અક્ષય કુમારે કેમ આપ્યા 25 કરોડ રૂપિયા ? ટ્વિંકલ ખન્નાએ જણાવી આ મોટી વાત
અક્ષયકુમારની પત્ની લેખિકા-અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ આટલી મોટી રકમ દાન આપવાને લઈ ખુલાસો કર્યો છે. તેણે અક્ષય કુમારના ટ્વિટને ક્વોટ કરીને લખ્યું, મને આ શખ્સ (અક્ષય કુમાર) પર ગર્વ છે.
નવી દિલ્હીઃ Coronavirus સામે લડવા બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે મોટું પગલું ભર્યુ છે. આ લડાઈમાં અક્ષય કુમારે પીએમ કેયર્સ ફંડમાં કોરોના વાયરસ સામે લડવા 25 કરોડ રૂપિયાની મદદ કરી છે.
આ જાણકારી અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આપી છે. પીએમ મોદીના ફંડ રેઇઝિંગ ટ્વિટ પર જવાબ આપતા અક્ષય કુમરે લખ્યું, આ તે સમય છે જ્યારે આપણા માટે લોકોની જિંદગીની કિંમત છે અને તે માટે આપણે જે કંઈ કરી શકતા હોઈએ તે કરવું જોઈએ. હું મારી બચતમાંથી @narendramodiજીના PM-CARES ફંડમાં 25 કરોડ રૂપિયા આપવાની પ્રતિજ્ઞા લઉ છું. જીવ બચાવો, જાન હૈ તો જહાન હૈ.
અક્ષયકુમારની પત્ની લેખિકા-અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ આટલી મોટી રકમ દાન આપવાને લઈ ખુલાસો કર્યો છે. તેણે અક્ષય કુમારના ટ્વિટને ક્વોટ કરીને લખ્યું, મને આ શખ્સ (અક્ષય કુમાર) પર ગર્વ છે. મેં જ્યારે તેને પૂછ્યું શું તું ખરેખર આટલી મોટી રકમ આપવા ઈચ્છે છે, કારણકે આપણને લિક્વિડ ફંડની જરૂર પડશે. તેણે કહ્યું, મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મારી પાસે કંઈ નહોતું અને જ્યારે હું સ્થિતિમાં છું ત્યારે જે લોકો પાસે કંઈ નથી તેમના માટે કંઈક કરવામાંથી પાછી પાની કેવી રીતે કરી શકું.
મુંબઈઃ 4 ડોકટર્સ પણ આવ્યા Coronaની ઝપેટમાં, જાણો કેવી રીતે લાગ્યો ચેપ
Coronavirus: દેશમાં 15 માર્ચ બાદ કોરોનાએ પકડી સ્પીડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement