શોધખોળ કરો
બોલિવૂડની આ એક્ટ્રેસના બાળપણનો વીડિયો થયો વાયરલ, અમિતાભ બચ્ચનને કહ્યું, આદાબ

મુંબઈઃ સારા અલી ખાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર હાલમાં ખૂબ જોવા મળી રહ્યો છે, જે તેના બાળપણનો છે. આ વીડિયો કૌન બનેગા કરોડપતિ સીઝન-2ના સેટનો છે, જેમાં અમિતાભની સાથે નાની સારા અલી ખાન જોવા મળે છે. સેટ પર ઓડિયન્સમાં બેસેલી સારાને અમિતાભ બચ્ચન આદાબ કરવા કહે છે. તે ઘણાં જ ક્યૂટ અંદાજમાં આદાબ કહે છે.
આ વીડિયો ત્યારનો છે જ્યારે સૈફ અલી ખાન અને પ્રિટી ઝિન્ટા શોમાં તેમની ફિલ્મ 'કલ હોના હો'નાં પ્રમોશન માટે આવ્યા હતા. તે સમયે સારા તેની ફ્રેન્ડ પશ્મીના સાથે આવેલી હોય છે. અને તેમનો આ વીડિયો ખુબજ ક્યૂટ છે. તે શોમાં પાપા સેફ અલી ખાનને સપોર્ટ કરતી નજર આવે છે. વેલ આપને જણાવી દઇએ કે સારાએ ઇન્ડસ્ટ્રીમાં સુશાંત રાજપુત સાથે ફિલ્મ 'કેદારનાથ'થી એન્ટ્રી કરી હતી જે બાદ તેની રણવીર સિંઘ સાથે 'સિમ્બા' આવી હતી. અને હવે તે કાર્તિક આર્યન સાથે 'લવ આજકલ-2'માં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
