(Source: ECI/ABP News/ABP Majha)
Vikram Gokhle Death:હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેનું નિધન
Vikram Gokhle Death: બોલિવૂડ એક્ટર વિક્રમ ગોખલેનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.અભિનેતાના મૃત્યુને કારણે, સેલેબ્સ અને તમામ ચાહકોમાં શોકની લહેર છવાઇ ગઇ છે
Vikram Gokhle Death: બોલિવૂડ એક્ટર વિક્રમ ગોખલેનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.અભિનેતાના મૃત્યુને કારણે, સેલેબ્સ અને તમામ ચાહકોમાં શોકની લહેર છવાઇ ગઇ છે
હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન થયું છે. તેઓ 5 નવેમ્બરથી પુણેની પંડિત દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. તેમના શરીરના ઘણા ઓર્ગન કામ કરવાનું બંધ થઇ ગયા હતા. બાદ તેને ને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબીબોના તમામ પ્રયાસો છતાં પણ અભિનેતાને બચાવી ન શકાયા અને તેણે દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. વિક્રમ ગોખલેના પાર્થિવ દેહને આજે સાંજે 4 કલાકે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. વિક્રમ ગોખલેના નિધનના સમાચાર મળતા જ હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે., તેના ચાહકો પણ ભીની આંખો સાથે અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Actor Vikram Gokhale, 77, passes away at Pune hospital
Read @ANI Story | https://t.co/U3YCIPJcmj#VikramGokhale #Gokhale pic.twitter.com/06jwPLq0qX — ANI Digital (@ani_digital) November 26, 2022
અગાઉ વિક્રમ ગોખલેના નિધનની અફવા ફેલાઈ હતી
તમને જણાવી દઈએ કે હાલમાં જ વિક્રમ ગોખલેના નિધનની અફવા પણ ફેલાઈ હતી, ત્યારબાદ તમામ સ્ટાર્સે તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં તેમની પુત્રીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અભિનેતાની હાલત ગંભીર છે અને તેઓ ICUમાં વેન્ટિલેટર પર છે. પરંતુ જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલતા અભિનેતાએ આજે અંતિમ શ્વાસ લીધા છે.
26 વર્ષની ઉંમરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
વિક્રમ ગોખલેએ 26 વર્ષની ઉંમરે 1971માં અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ પરવાનાથી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગોખલેએ ઘણી મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં 1990ની અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ અગ્નિપથ અને 1999ની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ પણ જોવા મળ્યાં હતા.
2010માં શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો
2010 માં, મરાઠી ફિલ્મ 'અનુમતિ' માં તેના શાનદાર અભિનય માટે 2010 માં તેને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. તેણે મરાઠી ફિલ્મ 'આઘાત'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. વિક્રમ ગોખલે છેલ્લે અભિમન્યુ દાસાની અને શિલ્પા શેટ્ટી અભિનીત ફિલ્મ 'નિકમ્મા'માં જોવા મળ્યા હતા, જે આ વર્ષે જૂનમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.