ઘણા ઓછા લોકો જાણે છે કે રોહન, વિનોદ મેહરાની ત્રીજી પત્ની કિરણનો દીકરો છે. વાસ્તવમાં વિનોદે પોતાની માતાની મર્જીથી મીના બ્રોકા સાથે અરેન્જ મેરેજ કર્યા હતા. લગ્નના અમુક સમય બાદ જ તેને હાર્ટ અટેક આવ્યો હતો. પરણિત હોવા છતાં વિનોદનું અફેર બિંદિયા ગોસ્વામી સાથે રહ્યું અને તેમણે લગ્ન પણ કરી લીધા. જોકે આ સંબંધનો 4 વર્ષમાં જ અંત આવ્યો. બિંદિયાએ પછી ફિલ્મ ડિરેક્ટર જેપી દત્તા સાથે લગ્ન કર્યા જ્યારે વિનોદે કિરણ સાથે લગ્ન કર્યા હતા. કિરણથી વિનોદને દીકરી સોનિયા અને દીકરો રોહન નામના બાળકો છે. પતિના નિધન બાદ કિરણ બાળકો સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. યાસિર ઉસ્માનના પુસ્તક ‘રેખાઃ એન અનટોલ્ડ સ્ટોરી’માં જણાવ્યાં અનુસાર વિનોદ મેહરાએ રેખા સાથે પણ લગ્ન કર્યા હતા.
2/4
રોહન અને તારા એકબીજાને 2015થી ડેટ કરી રહ્યાં છે. તેઓ પાર્ટી અને તેહવારો પર સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ધર્મા પ્રોડક્શન અને પુનીત મલ્હોત્રાના ડિરેક્શનમાં બની રહેલી તારાની ડેબ્યૂ ફિલ્મ 23 નવેમ્બર 2018ના અને રોહનની ફિલ્મ 26 ઓક્ટોબર 2018ના રીલિઝ થઈ રહી છે.
3/4
સિંગર અને એક્ટ્રેસ તારા સુતારિયા ટૂંકસમયમાં ટાઈગર શ્રૉફ સાથે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’થી ડેબ્યૂ કરવા જઈ રહી છે. જેમાં ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે અને ટાઈગર લીડ રોલમાં છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં તારા ટાઈગર શ્રૉફ સાથે રોમાન્સ કરતી જોવા મળશે જોકે રિયલ લાઈફમાં તે રોહન મેહરાને ડેટ કરી રહી છે.
4/4
મુંબઈઃ વિનોદ મેહરાના દીકરો રોહન મેહરા ફિલ્મ બાઝારથી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે. રોહન ડેબ્યૂ ફિલ્મમાં રિઝવાન એહમદનો રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન તેણે જણાવ્યું કે, આ ફિલ્મ માટે નિખિલ તેને કાસ્ટ કરવા માટે તૈયાર ન હતા.