શોધખોળ કરો
Advertisement
લોકોના ઘરોમાં કામ કરે છે આ એક્ટરની પત્ની, ઘરનું ભાડુ ભરવાના પણ નથી રૂપિયા
સાથીદાર નાગપુર બાબુદલખેડામાં એક ભાડાનાં ઘરમાં રહે છે. તેમણે કહ્યું કે, આ વાતનું ખુબજ દુખ હોય છે. તેમની પત્ની દરરોજ ઘરે નથી આવી શકતી.
મુંબઈઃ સામાન્ય રીતે બધાના મનમાં એક વાત એવી હોય કે જે હિરોની ફિલ્મ નેશનલ એવોર્ડ જીતી ચૂકી હોય એ હીરો તો શાનદાર જીવન જીવતો હશે. પરંતુ હાલમાં જ એક એક્ટરે ઈન્ટરવ્યુંમાં મોટો ખુલાસો કર્યો છે. વીરા સાથીદાર નામનો આ એક્ટર હાલમાં ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે.
વીરાએ દિલ્લી ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'કોર્ટ' રિલીઝ થયે ચાર વર્ષ થઇ ગયા છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. એટલું જ નહીં એકેડમી એવોર્ડ્સમાં ભારતની ઓફીશિયલ એન્ટ્રી પણ થઇ હતી. પણ આ વાતથી તેમને કોઇ નારાજગી નથી. પરંતુ આ બધાથી મારી જિંદગીમાં કોઈ બદલાવ નથી આવ્યો. તે કહે છે કે, કેટલાય લોકોની હાલત મારાથી પણ ખરાબ છે. હું લખાણ અને લેક્ટર લઈને પૈસા કમાઈ લઉ છું. કે જેનાં લીધે થોડા દિવસોનું ગુજરાન ચાલી જાય.
સાથીદાર નાગપુર બાબુદલખેડામાં એક ભાડાનાં ઘરમાં રહે છે. તેમણે કહ્યું કે, આ વાતનું ખુબજ દુખ હોય છે. તેમની પત્ની દરરોજ ઘરે નથી આવી શકતી. કારણ કે પરિવાર આવવા જવાનું ભાડું નથી ઉઠાવી શકતો. સાથીદારે કહ્યું કે, હું આજે પણ મારા ઘરનું ભાડું ચુકવવામાં અસમર્થ છું. મારા મિત્રો દર મહીને મારી મદદ કરે છે.
સાથીદારની પત્ની નાગપુરથી 30 કિલોમીટર દુર એક આંગળવાડીમાં કામ કરે છે. કામકાજ પુરૂ થયા બાદ તે ત્યાં જ ક્યાંક રોકાય જાય છે કારણ કે એના સિવાય કોઈ રસ્તો નથી. આખો દિવસ કામ કર્યા બાદ તે કોઈનાં ઘરમા કામ કરી લે છે કે જેનાં લીધે તે ઘરવાળા ખાવા પીવાનું અને રહેવા માટે વ્યવસ્થા કરી આપે છે. તેમણે આગળ કહ્યું કે, હું અઠવાડિયાનાં અંતે પત્નીની રાહ જોઉ છું કે મને ઠંડુ પાણી, ગરમ ચાય અને ખાવાનું સારૂ મળી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement