શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિરાટ કોહલીએ લૉકડાઉનમાં આ રીતે સેલિબ્રેટ કર્યો પત્ની અનુષ્કા શર્માનો જન્મદિવસ, શેર કરી તસવીર
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ખાસ તસવીર શેર કરી અનુષ્કા શર્માને શુભેચ્છા પાઠવી છે.
મુંબઈ: સેલેબ્સની સૌથી જાણીતી જોડીઓમાં અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી સામેલ છે. 1 મેએ અનુષ્કા શર્માનો જન્મદિવસ હતો એવામાં વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ખાસ તસવીર શેર કરી અનુષ્કા શર્માને શુભેચ્છા પાઠવી છે. લૉકડાઉનના કારણે હાલના દિવસોમાં તમામ પોતાના ઘરમાં છે એવામાં વિરાટ કોહલીએ અનુષ્કા સાથે ઘરમાં સામાન્ય અંદાજમં એક બીજા સાથે સેલિબ્રેશન કર્યું અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.
વિરાટ કોહલીની પત્ની અનુષ્કા સાથે પોતાની એક તસવીર શેર કરી છે. તસવીરમાં બંને એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. તેણે તસવીર સાથે ઈમોશનલ કેપ્શન પણ લખ્યું હતું. બંનેની આ તસવીર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ શુક્રવારે પોતાના 32માં જન્મદિવસની ઉજવણી કરી હતી. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર એક કવિતા લખી છે. કોવિડ 19ના ફેલાવાને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને લઈને અભિનેત્રીએ ઘરે જ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion