નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, અહીં તેને વનડે અને ટી20 સીરીઝ રમવાની છે. આવતીકાલથી પ્રથમ વનડે ન્યૂઝીલેન્ડના નેપિયર ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. અહીં વિરાટની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ છે.
2/5
બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલમાં પોતાના પતિ વિરાટ સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. અહીં તે ત્રણ અઠવાડિયા સુધી ટૂર માણશે, જ્યાં તે વિરાટ અને ટીમ ઇન્ડિયાનો ચીયર અને સપોર્ટ કરશે.
3/5
4/5
તાજેતરમાં જ અનુષ્કાએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, તસવીરમાં અનુષ્કા પાર્ક બેન્ચ પર બેઠેલી છે, તેને સનગ્લાસ અને ડેનિમના જેકેટ સાથે વ્હાઇટ પેન્ટ અને બ્લેક ટી-શર્ટ પહેરી છે.
5/5
ઉલ્લેખનીય છે કે, ભારત ન્યૂઝીલેન્ડ સામે પાંચ વનડે અને ત્રણ ટી20 મેચો રમવાનુ છે.