શોધખોળ કરો
Advertisement
ભારતની હાર પર ટ્વિટ કરીને ફસાયો આ બોલિવૂડ એક્ટર, લોકોએ કહ્યું- ‘આ તો ટીમનું અપમાન છે...’
વિવેક ઓબેરોયે ટ્વિટ કરીને ભારતની હારની મજાક ઉડાવી હતી.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈને ટ્રોલ થનાર એક્ટર વિવેક ઓબેરોય ફરી એક વખત પોતાના ટ્વિટને લઈને ટ્રોલ થયા છે. વિવેકે શુક્રવારે ટ્વિટર પર ભારતીય ક્રિકેટ ટીમની હારની મજાક ઉડાવી હતી. બુધવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમિ ફાઈનલ રમાઈ. જેમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ. આ મેચ બાદ ભારતીય ક્રિકેટ ફેન્સના દિલ તૂટી ગયા પરંતુ દરેકે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કર્યો.
જોકે વિવેક ઓબેરોયે ટ્વિટ કરીને ભારતની હારની મજાક ઉડાવી હતી. વિવિકે ટ્વિટર પર એક GIF પોસ્ટ કર્યું. જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રસ્તા પર ચાલતો જતો હતો. ત્યારે સામેથી આવતી મહિલાને જોઈને વિચારે છે કે તે તેને ભેટશે. પરંતુ મહિલા તે વ્યક્તિની પાછળ આવતા પુરુષને ભેટે છે. વર્લ્ડકપમાં ભારતની હાર અંગે કરેલા ટ્વિટમાં વિવેકે લખ્યું, “વિશ્વકપ સેમિફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ફેન્સની હાલત આ વ્યક્તિ જેવી થઈ.” વિવેકનીઆ ટ્વિટથી યૂઝર્સ ભડક્યા હતા અને તેને ટ્રોલ કર્યો હતો. એક યૂઝરે લખ્યું, “મિસ્ટર ઓબેરોય મેચ્યોર થઈ જાવ નહીં તો લોકો હંમેશા તમને હળવાશમાં લેશે.” બીજા એક યૂઝરે લખ્યું, “આ ટ્વિટ પાછળનો તારો ઉદ્દેશ તો નથી ખબર પરંતુ આ આપણી ટીમનું અપમાન છે. એક યૂઝરે કહ્યું,” તે (GIFમાં દેખાતી મહિલા) હકીકતે ઐશ્વર્યા છે જેણે અભિષેક બચ્ચન માટે તને છોડી દીધો.”This is what happened to Indian fans in the #WC semi finals! #CWC19 #WorldCupSemiFinal #INDvsNZ #indiavsNewzealand pic.twitter.com/JuayObK02R
— Vivek Anand Oberoi (@vivekoberoi) July 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement