શોધખોળ કરો
Advertisement
વેબ સિરીઝ 'Mirzapur 2' મા આ નવા ચહેરાઓની થવાની છે એન્ટ્રી, જાણો
મિર્ઝાપુરની સીઝન બીજી માટે રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મિર્ઝાપુર સીઝન 2, 23 ઓક્ટોબરથી Amazon Prime Video પર સ્ટ્રીમ થવાની છે.
મુંબઈ: વેબ સિરીઝ મિર્ઝાપુરનો પ્રથમ ભાગ દર્શકોને ખૂબ જ પસંદ પડ્યો છે. ફેન્સ હવે બીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. મિર્ઝાપુરની સીઝન બીજી માટે રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મિર્ઝાપુર સીઝન 2, 23 ઓક્ટોબરથી Amazon Prime Video પર સ્ટ્રીમ થવાની છે.
પ્રથમ સીઝનની સફળતા બાદ ફરી એક વખત દર્શકોને એન્ટરટેન કરાવવા માટે આ વેબ સીરીઝ તૈયાર છે. મિઝાપુરની પ્રથમ સીઝનનમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, વિક્રાંત મેસી જેવા કલાકારોએ શાનદાર અભિનય કરી વાહવાહી મેળવી તો આ વખતે મિર્ઝાપુરના નવા સીઝનમાં કેટલાક નવા ચહેરાઓ જોવા મળશે.
1. પ્રિયાંશુ પેનયુલી - પ્રિયાંશુ પેનયુલી આ પહેલા નેટફ્લિક્સ પર આવેલી હોલીવૂડ સુપરસ્ટાર ક્રિસ હેમ્થવર્સ અને રણદીપ હુડ્ડની ફિલ્મ એક્સટ્રેક્શનમાં વિલનની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.
2. વિજય વર્મા- વિજય વર્મા રણવીર સિંહ અને આલિયા ભટ્ટની બ્લોક બસ્ટર ફિલ્મ ગલી બોયમાં કામ કરી ચૂક્યો છે. તે જાન્હવી કપૂર સાથે ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝમાં પણ જોવા મળ્યો છે. મિર્ઝાપુર 2 સિવાય વિજય ખૂબ જ જલ્દી તબ્બુ અન ઈશાન ખટ્ટર સ્ટારર ફિલ્મ એ સૂટેબલ બોયમાં પણ જોવા મળશે.
3. ઈશા તલવાર - મિર્ઝાપુર સીઝન 2માં ઈશા તલવારની એન્ટ્રી થવાની છે. ઈશા ફિલ્મ આર્ટીકલ 15માં આયુષ્માન ખુરાના સાથે સ્ક્રીન શેર કરી ચૂકી છે. આ સાથે જ તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ કામયાબમાં પણ જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement