શોધખોળ કરો
બચ્ચનના બંગલામાં કામ કરતા 26 લોકોના કોરોના ટેસ્ટનો શું આવ્યો રીપોર્ટ ?
બચ્ચન પરિવાર કુલ 54 લોકોના સંપર્કમાં આવ્યો હતો જેમાંથી 28ને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જલસામાં 26 લોકો હાઈ રિસ્કમાં હતા. બધાને 14 દિવસ માટે કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
મુંબઇઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર કોરોનાનો ભોગ બન્યો છે. બચ્ચન પરિવારને કોરોના થતાં તેમના બંગલામાં કામ કરનારા 54 કર્મચારીઓને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે.
અમિતાભ બચ્ચનના બંગલામાં કુલ 54 કર્મચારીઓનો સ્ટાફ છે. આ પૈકી અમિતાભના બંગલામાં ઘર કામ કરનારા 28 લોકોને બચ્ચન પરિવારના સીધા સંપર્કમાં આવ્યા હતા. અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યાને કોરોના થતાં આ કર્મચારીઓને હાઇ રિસ્ક કોન્ટેક્ટ હોવાને કારણે તેમને ક્વોરોનટાઇન કરવામાં આવ્યા છે. બીજી તરફ 54 કર્મચારીઓમાંથી 26 કર્મચારીઓ એવા છે કે જે ઘરની અંદર નહીં પણ બહાર કામ કરે છે તેથી બચ્ચન પરિવારના સીધા સંપર્કમાં આવ્યા નથી. આ કર્મચારીઓ લો રિસ્ક કન્ટેન્ટ હોવાથી તેમને પોતપોતાનાં ઘરોમાં હોમ ક્વોરોનટિન કરવામાં આવ્યા છે.
અમિતાભ બચ્ચનના સ્ટાફના તમામ સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બચ્ચન પરિવારના સંપર્કમાં આવેલ 26 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બચ્ચન પરિવાર કુલ 54 લોકોના સંપર્કમાં આવ્યો હતો જેમાંથી 28ને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જલસામાં 26 લોકો હાઈ રિસ્કમાં હતા. બધાને 14 દિવસ માટે કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
અમિતાભ અને અભિષેકને શનિવારે રાત્રે કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમને ઇલાજ માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે બપોર બીજા ટેસ્ટ રિપોર્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની આઠ વરસની પુત્રી આરાધ્યાને પણ કોરોનાનાં હળવા લક્ષણ જોવા મળતાં તેમને પણ ઘરમાં ક્વોરેન્ટાઈન કરી દેવાયાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
Advertisement