જોકે ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા માટે ના પાડ્યા પાછળ કહેવાય છે કે ફિલ્મ રઈસમાં શાહરૂખે નેગેટિવ ભૂમિકા ભજવી હતી. તેના પર દર્શકો તરફથી તેને કોઈ ખાસ પ્રતિક્રિયા મળી ન હતી. તેના કારણે જ આ પ્રકારની નેગેટિવ રોલ શાહરૂખ કરવા નથી માગતા. ત્યાર બાદ જ ફિલ્મમાં ખિલજીની ભૂમિકા માટે રણવીર સિંહની પસંદગી કરવામાં આવી હતી.
2/3
મીડિયા અહેવાલ અનુસાર આ ફિલ્મ માટે સંજય લીલા ભણસાળીએ શાહરૂખ ખાનને રાજા રાવલ રત્ન સિંહની ભૂમિકા માટે પસંદગી કરી હતી. તેના પર શાહરૂખ ખાને કહ્યું હતું કે, આ ખૂબ જ નબળી ભૂમિકા છે માટે તે નહીં કરે. ત્યાર બાદ ભણસાળીએ તેને અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા માટે કહ્યું. આ ભૂમિકા માટે પણ શાહરૂખ ખાને ના પાડી દીધી હતી.
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ફિલ્મ નિર્માતા, સ્ક્રીનરાઈટર અને સંગીત નિર્માતા સંજય લીલા ભણસાળીની સાથે દરેક એક્ટર કામ કરવા માગે છે. શાહરૂખ ખાને પણ તેની સાથે દેવદાસ જેવી યાદગાર ફિલ્મ કરી હતી. તેમ છતાં જ્યારે તેની પાસે સંજયની ફિલ્મ પદ્માવતની ઓફર આવી તો તેણે ના પાડી દીધી હતી. ત્યાર બાદ જ આ ફિલ્મમાં અન્ય એક્ટરની એન્ટ્રી થઈ.