જાણો એરટેલના 558 રૂપિયા વાળા પ્લાન વિશે...- એરટેલે 558 રૂપિયાના પ્લાનમાં કસ્ટમરને 82 દિવસો સુધી કુલ 246જીબી/3જી/4જી ડેટા મળશે. અહીં યૂઝર્સ દરરોજ 3જીબી ડેટા મેળવી શકશે. આ પ્લાનની સાથે યૂઝર્સને અનલિમિટેડ લૉકલ અને એસટીડી કૉલ્સ પણ મળી રહ્યાં છે. તો વળી, પ્લાનની સાથે 100 એસએમએસ પણ. ઉલ્લેખનીય છે કે, આ પ્લાનની પુરેપુરી માહિતી તમે એરટેલ ડૉટ ઇન પર જઇને લઇ શકો છો.
3/6
4/6
Jioનો પ્રીપેડ 509 રૂપિયાવાળો પ્લાન....- જિઓ પોતાના પ્રીપેડ પ્લાન 509 રૂપિયામાં 112જીબી 4જી હાઇસ્પીડ ડેટા આપી રહ્યું છે. 509 રૂપિયાના જિઓના પ્રીપેડ પ્લાનમાં કસ્ટમર્સને 28 દિવસો સુધી 112જીબી હાઇસ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે. યૂઝર્સને રોજનો 4જીબી ડેટા મળશે. ડેલી લીમિટ પુરી થયા પછી યૂઝર્સને નેટની સ્પીડ 64કેબીપીએસ થઇ જશે. આ પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલ અને રૉમિંગની પણ સુવિધા મળે છે. વળી આ પ્લાનની સાથે યૂઝર્સ જિઓ એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મેળવી શકે છે. પ્લાનમાં 100 એસએમએસની પણ સુવિધા આપવામાં આવી છે જેની વેલિડિટી 28 દિવસ માટે છે.
5/6
એરટેલે આ પ્લાનની સાથે વધુ એક ઓફર્સ પણ રિલીઝ કરી છે. વળી જિઓના 509 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો જિઓ 28 દિવસો સુધી દરરોજ 4જીબી ડેટા આપી રહ્યું છે. જિઓના આ પ્લાન બાદ ટેલિકૉમ કંપનીઓ વચ્ચે ડેટા વૉર શરૂ થઇ ગયું છે.
6/6
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા હવે એરટેલ મેદાને પડી છે. જિઓના 509 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનની સામે એરટેલે પોતાનો નવો પ્લાન લૉન્ચ કર્યો છે. એરટેલ 558 રૂપિયામાં ડેલી 3જીબી ડેટા આપી રહી છે, સાથે વેલિડિટી 82 દિવસો સુધીની રહેશે.