બીજી તરફ 500 રૂપિયાવાળા પ્લાનમાં 420.75નો ટોક ટાઇમ, 28 દિવસની આઉટગોઇંગ વેલિડિટી અને ઈનકમિંગ કોલ્સ માટે લાઇફટાઇમ એક્ટિવેશન વેલિડિટી આપવામાં આવી રહી છે. એરટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા બંને પ્લાન્સમાં ટોકટાઇમની સાથે ડેટા કે SMSનો લાભ આપવામાં આવી રહ્યો નથી.
2/3
એરટેલના નવા 100 રૂપિયા અને 500 રૂપિયાનો પ્લાન માયએરટેલ એપ પર લિસ્ટ કરી દેવામાં આવ્યા છે. જો તમે એરટેલ સબસ્ક્રાઇબર હો તો એપમાં જઈ મેન્યુમાં બેસ્ટ પ્લાન્સના ટોકટાઇમ સેક્શનમાં જઈ ચેક કરી શકો છે. આ પ્લાન્સમાં આપવામાં આવેલા ફાયદાની વાત કરીએ તો 100 રૂપિયાવાળા પ્લાનમાં 81.75નો ટોક ટાઇમ, 28 દિવસની આઉટગોઇંગ વેલિડિટી અને ઈનકમિંગ કોલ્સ માટે લાઇફટાઇમ એક્ટિવેશન વેલિડિટી મળશે.
3/3
નવી દિલ્હીઃ એરટેલે 100 રૂપિયા અને 500 રૂપિયાના રિચાર્જ પેકને ફરીથી રજૂ કર્યા છે. આ પ્લાન્સમાં 28 દિવસની વેલિડિટી અને લાઇફ ટાઇમ કનેક્શન વેલિડિટી મળશે. જિયોની એન્ટ્રી બાદ તમામ ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા નવા નવા પ્લાન્સ રજૂ કરતી રહી છે.