વૈશ્વિક સિક્યોરિટી ફર્મ ટ્રેન્ડ માઈક્રો અનુસાર કંપનીએ આ સિક્યોરિટી થ્રેટ વિશે ગૂગલ પ્લેસને જાણકારી આપી દીધી છે જેથી કરીને તેમાં સુધારો કરી શકાય. અમારી સલાહ છે કે, તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈપણ એપ ડાઉનલોડ કરતા સમયે સાવચેતી રાખો અને વેરિફાઈડ વગર પબ્લિશર્સવાળી એપ ડાઉનલોડ કરવાથી બચવું જોઈએ.
2/4
ટ્રેન્ડ માઈક્રોના સાઈબર સિક્યોરિટી રિસર્ચર્સે ગૂગલ પ્લે સ્ટોરની અનેક કેટેગરી જેમ કે, ગેમ્સ, સ્કિન્સ, થીમ્સ અને ફોન બૂસ્ટર્સમાં છે. જોકે આ માલવેર એપની અંદર એક નાના પાર્ટ તરીકે હોય છે, માટે તેને શોધવા એન્ટીવાયરસ સોફ્ટવેર માટે મુશ્કેલ હોય છે. આ સિક્યોરિટી ફર્મનો દાવો છે કે, તેમણે ઘણી એપ માર્કટે પ્લેસથી અંદાજે 3000 ટ્રોજનવાળી ખતરનાક એપ શોધી છે જેમાંથી 400 એપ એન્ડ્રોઈડના ગૂગલ પ્લે સ્ટોર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
3/4
આ ડ્રેસકોડ માલવેરથી યૂઝર્સના નેટવર્કને તોડીને હેકર્સ પોતાના ખતરનાક ઈરાદાને પાર પાડે છે. એક વખત આ માલવેરવાળી એપ તમારા સ્માર્ટપોનમાં ઇન્સ્ટોલ કરે છે તો અટેકર નેટવર્કની મદથી સ્માર્ટપોન સુધી પહોંચી શકે છે. ત્યાર બાદ તમારા ડિવાઈસમાંથી સંવેદનશીલ જાણકારી, મહત્ત્વપૂર્ણ ડેટા અને અન્ય ડેટાની ચોરી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ડ્રેસકોડ નામના માલવેરની ઓળખ સૌથી પહેલા ચાલુ વર્ષે એપ્રિલમાં થઈ હતી.
4/4
ભારતીય બજારમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનની પકડ વધારે છે. એપલની તુલનામાં એન્ડ્રોઇડને ઓછો સુરક્ષિત ગણવામાં આવે છે. અહેવાલ અનુસાર ગૂગલ પ્લે સ્ટોર પર 400 એપ્સ છે જેમાં DressCode નામના ખતરનાક માલવેર મળી આવ્યા છે.