શોધખોળ કરો
એપલ iPhone7 અને iPhone7 પ્લસ લોન્ચ થયા, અત્યાર સુધીના સૌથી શાનદાર આઈફોન
1/7

એરપોડ્સઃ કંપનીએ ફ્યૂચરને ધ્યાનમાં રાખીને વાયરલેસ એરફોન લોન્ચ કર્યા છે જેનું નામ એરપોડ આપવામાં આવ્યું છે. આ એરપોડ એપલ વોચ અને આઈફોન બન્ને સાથે કનેક્ટ થઈ શકશે. તેની કિંમત 159 ડોલર છે જે ઓક્ટોબરથી બજારમાં ઉપલબ્ધ હશે.
2/7

કેમેરોઃ એપલે પોતાના બન્ને સ્માર્ટફોનમાં કેમેરા ક્વોલિટીમાં સુધારો કર્યો છે. ફેસટાઈમ માટે કંપનીએ 7 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ HD કેમેરા આપ્યો છે. જ્યારે 12 મેગાપિક્સલ વાળો f/1.8 અપરચરની સાથે રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેની સાથે જ લો લાઈટ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઈઝેશન જેવા ફીચર આપવામાં આવ્યા છે. આઈફોન 7 પ્લસની સાથે કંપની મોટો દાવ ખેલ્યો છે. પ્રથમ વખત કંપનીએ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપ્યું છે. પ્રથમ લેન્સ વાઈડ એન્ગલ આપે છે તો બીજો તસવીરને ટેલીફોટિક ટચ આપે છે. કંપનીનો દાવો છે કે, અત્યાર સુધીનો શ્રેષ્ઠ સ્માર્ટફોન છે જે ડીએસએલઆર જેવી પિક્ચર ક્વોલિટી આપે છે.
Published at : 08 Sep 2016 06:56 AM (IST)
View More





















