નવી દિલ્હીઃ ટેકનોલૉજીની દુનિયાની દિગ્ગજ કંપની એપલ આજે પોતાન નવા આઇફોન લૉન્ચ કરવા જઇ રહી છે. દર વર્ષની જેમ સપ્ટેમ્બરમાં નવા લૉન્ચિંગની એપલની ઇવેન્ટની તૈયારીઓ પણ પૂર્ણ થઇ ચૂકી છે. આજની ઇવેન્ટમાં કંપની લેટેસ્ટ iPhone XS, iPhone XS Plus અને iPhone XC આઇફોન મૉડલ ઉપરાંત, બીજી કેટલાક ઇનૉવેશન પણ લૉન્ચ કરી શકે છે. કંપનીના સીઇઓ ટિમ કૂક ઇવેન્ટને હૉસ્ટ કરશે. અહીં ક્યાં અને ક્યારે ઇવેન્ટ યોજાશે તેની માહિતી આપવામાં આવી છે.
3/5
આ ઇવેન્ટને જોવા માટે મેક યૂઝરની પાસે 10.2 કે તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે, વળી, વિન્ડોઝ યૂઝર આને ફાયરફૉક્સ, ક્રૉમ અને માઇક્રોસૉફ્ટ એઝ દ્વારા જોઇ શકશે.
4/5
લૉન્ચિંગ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે, જેનાથી આખી દુનિયા ઇવેન્ટને લાઇવ જોઇ શકે. લૉન્ચિંગને જોવા માટે તમારે એપલન વેબસાઇટ https://www.apple.com/apple-events/september-2018/ પર જવું પડશે.
5/5
મોબાઇલ ફોનની સૌથી મોટી કંપની એપલ આજે પોતાની વાર્ષિક ઇવેન્ટ યોજશે. આ ઇવેન્ટ કેલિફોર્નિયાના સ્ટીવ જૉબ્સ થિએટર યોજાશે. ભારતીય સમયાનુસાર ઇવેન્ટ રાત્રે 10.30 કલાકે શરૂ થશે.