નોંધનીય છે કે, તાજેતરમાં જ એપલ પર ચીનની સરકારી પબ્લિકેશને પોતાના એપ સ્ટૉર પર ગેરકાયદેસર એપને મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો છે. ગયા વર્ષે પણ ચીનના પોતાના એપ સ્ટૉર પરથી લગભગ 700 વર્ચ્યૂઅલ પ્રાઇવેટ નેટવર્ક સર્વિસ એપ્સને હટાવી હતી.
4/6
એપલના એક સ્ટેટમેન્ટ અનુસાર ગેમ્બલિંગ એપ્સ ચીનના એપ સ્ટૉરમાં ગેરકાયદેસર છે અને એટલે કંપનીએ પહેલા અનેક વાર એપ્સ અને ડેવલોપર્સને હટાવ્યા છે, જે એપ સ્ટૉર પર ગેરકાયદે ગેમ્બલિંગ એપ અપલૉ કરી રહ્યાં હતાં. કંપનીએ કહ્યું કે, તેઓ આવી એપ્સને હટાવવા અને રોકવા માટે પ્રતિબદ્ધ છે.
5/6
રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ ગેરકાયદેસરની એપ્સ વિરુદ્ધ આ પગલુ ભર્યું છે, જે નકલી ગેમ્બિંગ અને નકલી લોટરી ટિકીટ વેચવાનો દાવો કરતી હતી. રિપોર્ટ અનુસાર જ્યારે એપલના પ્રવક્તાના આ વિશે પુછવામાં ત્યારે તેમને ના આના વિશે જણાવ્યું ના કોઇ માહિતી આપી.
6/6
નવી દિલ્હીઃ અમેરિકન ટેકનોલૉજી દિગ્ગજ એપલે એપ સ્ટૉરમાથી લગભગ 25 હજાર એપ્સને રિમૂવ કરી દીધી છે. ધ વૉલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટ અનુસાર, કંપનીએ પોતાના એપ પ્લેટફોર્મ ચીનના એપ સ્ટૉરામાંથી ટૉટલ એપની લગભગ 14 ટકા એપ્સને હટાવી લીધી છે. જોકે આ માત્ર ચીનમાં થયુ છે.