કેમેરા સેક્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોનના ફ્રન્ટમાં ડ્યુઅલ કેમેરા સેટએપ આપવામાં આવ્યું છે. પ્રાઈમરી સેંસર 8 મેગાપિક્સલ છે અને સેકન્ડરી સેંસર 5 મેગાપિક્સલ છે. સાથે તેમાં 120 ડિગ્રી વાઈડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે, રિયરમાં 13 મેગાપિક્સલનો ઓટોફોકસ કેમેરા આપવામાં આવ્યો છે.
2/5
Coolpad Note 6 ની સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ સિમ, એન્ડ્રોઈડ 7.1 નોગટ પર ચાલશે. જેમાં 5.5 ઈન્ચ ફુલ-HD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 4 GB રેમ અને Adreno 505 GPU સાથે 1.4GHz ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
3/5
Coolpad Note 6 માં 32GB/64GB ની ઈન્ટરનલ મેમોરી છે, જેને 128 જીબી સુધી વધારી શકાશે. બેટરી 4070mAh છે. ફિંગરપ્રિન્ટ સેંસર પણ આપવામાં આવ્યું છે.
4/5
નવી દિલ્હી: Coolpad એ ડ્યુઅલ કેમેરાવાળો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે Coolpad Note 6 ભારત માટે એક્સક્લૂઝિવ સ્માર્ટફોન છે. આ સ્માર્ટ ગોલ્ડ અને ગ્રે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે. આ ફોન ગ્રાહકોને 1 મે એટેલે કે આજથી જ 8 રાજ્યોમાં 300 મલ્ટી બ્રાન્ડ સ્ટોર્સથી ખરીદી શકશે.
5/5
આ સ્માર્ટફોન બે વેરિયન્ટ 32 GB અને 64 GB સ્ટોરેજમાં મળશે.આ ફોનની કિંમત ક્રમશ: 8,999 અને 9,999 રૂપિયા રાખવામાં આવી છે.