Jio ફોનમાં વોટ્સએપ, ફેલબુસ અને યુટ્યુબ જેવા ફીચર હશે. ફોનમાં 2.4 ઈંચની ડિસ્પલે હશે. ફોનમાં 512 એમબીની રેમ અને 4જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળશે. જેને SD કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે. ફોનમાં Wi-Fi, GPS, બ્લૂટૂથ અને FM રેડિયો હશે. આ ફોન 24 ભારતીય ભાષાને સપોર્ટ કરશે અને વોઈસ કમાન્ડ પણ સપોર્ટ કરશે.
2/5
આ ઉપરાંત તમે 15 ઓગસ્ટે Jio GigaFiber બ્રોડબેન્ડ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ સર્વિસને દેશના 1100 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.
3/5
જો તમે Jio ફોન લેવા માગો છો તો તમારે થોડી રાહ જોવી પડશે. આગામી મહિના 15 ઓગસ્ટે આ ફોન બુકિંગ માટે ઉપલબ્ધ કરાવાશે. તેનું બુકિંગ તમારા ફોનમાં રહેલી My Jio App દ્વારા અથવા પછી Jioની ઓફિશિયલ વેબસાઈટ www.jio.com પર જઈને કરાવી શકો છો.
4/5
નવી દિલ્હીઃ રિલાયન્સ Jioએ આ સપ્તાહે પોતાનો બીજો સ્માર્ટ ફીચર ફોન Jio ફોન 2 લોન્ચ કર્યો છે. Jio ફોન 2 વિતેલા વર્ષે લોન્ચ કરવામાં આવેલ Jio ફોનનું અપગ્રેટેડ વેરિયન્ટ છે. રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી 2.5 કરોડ Jio ફીચર ફોન વેચાઈ ગયા છે. હવે કંપની કેટલાક નવા ફીચર્સ અને સ્પેસિફિકેશન સાથે નવો લુક ધરાવતો Jio ફોન 2 રજૂ કર્યો છે.
5/5
કંપનીએ આ ફોનની કિંમત 2999 રૂપિયા છે. જો તમે આ ફોન લેવાનું વિચારી રહ્યા હોય તો અમે તમને જણાવી રહ્યા છીએ કે આ ફોનનું બુકિંગ કેવી રીતે કરી શકો છો અને તેના શું-શું ફીચર્સ છે.