આ પહેલા ફેસબુકે એવું કહ્યું હતું કે આ ડેવલપિંગ પ્લેટફોર્મ ફેસબુકની અંદર હશે, ત્યારે લોકો સમજી રહ્યા હતા કે ફેસબુક પર જેનું એકાઉન્ટ હશે તેનું ડેટિંગ અકાઉન્ટમાં આપમેળે બની જશે. પરંતુ એવું નથી કે જે વ્યક્તિએ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે તેની વર્તમાન પ્રોફાઇલ ડેટિંગ પ્રોફાઇલમાં બદલાશે નહીં. ફેસબુક ડેટિંગ માટે તમારે એક અલગ પ્રોફાઇલ બનાવવી પડશે જે તમારી વ્યક્તિગત પ્રોફાઇલથી સંપૂર્ણપણે અલગ હશે. તો ચાલો જાણીએ કે આ કેવી રીતે કામ કરશે ...
2/5
તેના બદલે તમારો મેસેજ તેમના“Interested” ટેબ પર જશે, અને જો તેઓ ફરીથી તમને મસેજ કરશે, તો તમારુ કન્વર્સેશન ટેબ જશે. ફેસબુક ડેટિંગમાં, જ્યારે તમે કોઈની ડેટિંગ પ્રોફાઇલ પર જઇને ઇન્ટ્રેસટેડ પર ક્લિક કરો છો, તો તમાર કન્વર્સેશનને શરૂ કરવા માટે કેટલાક સંદેશાઓ લખો છો. ત્યારબાદ, તે તમારા મેસેજ જોશે અને " “Interested”" વિસ્તારમાં જવાબ આપશે. જો તે તમને જવાબ આપશે તો કન્વર્સેશન આગળ વધે છે.
3/5
તમારી પ્રોફાઇલ બનાવ્યા બાદ, ફેસબુક ડેટિંગ એક અલ્ગોરિધમનો ઉપયોગ કરીને તમારા માટે મેચ શોધવા માટે કામ કરે છે. આનો અર્થ એ કે તમારે અન્ય ડેટિંગ એપ્લિકેશન્સની જેમ કોઇ સ્વાઇપ કરવાની જરૂર નથી. ફેસબુક તમને એક એવી જગ્યા આપશે જેમાં તમારે માત્ર પસંદગી કરવાની રહેશે. તમારે કોઈપણને પસંદ કરવા માટે રાહ જોવી પડશે નહીં અને તમારે તેના માટે મેસજ પણ નહીં કરવો પડે.
4/5
ફેસબુકની આ એપ ફેસબુક કરતાં અલગ હશે એટલે કે તમારા મિત્રો, કુટુંબીજનોને ફેસબુક તેની જાણ નહીં થાય. આ એફમાં તમારા નામ અને ઉંમરનો ઉપયોગ કરવામાં આવશે. તમે અહીં તમારી ઉચાઇ, ધર્મ, જોબ, પર્સનાલિટીથી જોડેયેલ સવાલનો પણ જવાબ આપી શકો છો અને તેમાંથી બીજા સાથે શું શેર કરવું છે તે પણ જાતે નક્કી કરી શકો છો. આ ઉપરાંત તમે iOS માટે 9 અને એન્ડ્રોઇડ માટે 12 ફોટો અથવા ડેટિંગના સવાલોના જવાબ આપી શકો છે જે તમારા કન્વર્જેશનને સ્ટાર્ટ કરવામાં મદદ કરશે.
5/5
નવી દિલ્હીઃ ફેસુબક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. ત્યાર બાદ તમે ફેસુબુક પર માત્ર પોતાના માટે મિત્ર જ નહીં પંરતુ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ પણ શોધી શકશો. ફેસબુક એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું જેને ફેસબુટ ડેટિંગ નામથી ઓળખવામાં આવશે. નોંધનીય છે કે, કંપનીએ આ વર્ષની શરૂાતમાં થયેલ ફેસબુક એફ8 ડેવલપર્સ કોન્ફરન્સમાં આ ફીચરની જાહેરાત કરી હતી. ફેસબુકે સૌપ્રથમ તેને કોલમ્બિયામાં લોન્ચ કરવામાં આવી છે અને ત્યારબાદ અન્ય દેશોમાં લોન્ચ કરવામાં આવશે.