કંપનીની નવી સેવામાં લોકેશન, સ્કીલ, એમ્પ્લોયર અને જોબ પોસ્ટિંગની તારીખ જેવા ઘણાં ફિલ્ટર્સ છે, જેના આધારે રિઝલ્ટ મળશે. આ સિવાય ગૂગલ એમ્પોલયર કંપનીને રેટિંગ પણ આપશે.
2/4
અલર્ટમાં તમને તમારા સર્ચના આધારે નોટિફિકેશન મળશે. ગૂગલ જોબ સર્ચમાં છેલ્લો દિવસ, છેલ્લા 3 દિવસ, છેલ્લું અઠવાડિયું અને છેલ્લા મહિના સુધીની જોબ વેકેન્સી અંગે માહિતી મળશે. આ સિવાય તમને ઈંડસ્ટ્રી બેસ્ડ અને તમારી આસપાસ થતી ભરતીઓની પણ માહિતી મળશે.
3/4
આ માટે તમારે ગૂગલ એપ કે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ઈચ્છા મુજબની જોબ શોધવાની છે અને પછી તમારી સામે એક લિસ્ટ આવી જશે. જોબ સર્ચમાં પૂછેલી જોબ અંગેની સંપૂર્ણ માહિતી હશે. સાથે જો તમારી પાસે સમય ન હોય તો તમે જોબ સેવ કરી શકો છો અને બાદમાં અપ્લાય કરી શકો છો. Google Job Searchની સૌથી મોટી ખાસિયત એ છે તમને લોકેશન બેસ્ડ રિઝલ્ટ મળશે. જોબ સર્ચ કરવા પર તમને 3 કેટેગરી મળશે- જોબ, સેવ્ડ અને અલર્ટ.
4/4
નવી દિલ્હીઃ ગૂગલે મંગળવારે નોકરી શોધનારા લોકો માટે એક ખાસ પ્રકારની સર્વિસની શરૂઆત કરી છે. આ સેવા ગૂગલે પાછલા વર્ષે અમેરિકામાં શરૂ કરી હતી. ગૂગલ ફોર જોબ્સ ફીચરના માધ્યમથી ગૂગલનો ટાર્ગેટ છે કે નોકરી શોધનારા માટે સર્ચને વધારે સરળ બનાવવામાં આવે.