ગૂગલે ન્યૂયોર્કમાં આયોજીત ઇવેન્ટ ‘મેડ બાય ગૂગલ’માં પોતાના બે ફ્લેગશિપ સ્માર્ટફોન Google Pixel 3 અને Google Pixel 3 XL લોન્ચ કરી દીધા છે. Pixel 3 XLમાં 6.3 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જ્યારે Pixel 3 માં 5.5 ઇંચ ડિસ્પ્લે છે.
2/8
ભારતમાં 11 ઓક્ટોબરથી આ બન્ને સ્માર્ટફોન માટે પ્રી ઓર્ડર કરી શકાશે. જેનું વેચાણ પહેલી નવેમ્બરથી શરૂ થશે. ભારતમાં Google Pixel 3 ની શરૂઆતી કિંમત 71,000 રૂપિયા હશે. જ્યારે Pixel 3 XL ની શરૂઆતની કિંમત 83,000 રૂપિયા હશે.
3/8
Pixel 3 અને Pixel 3 XLમાં એક જ રિયર કેમેરા આપવામા આવ્યો છે અને આ 12 મેગાપિક્સલનો આપવામાં આવી શકે છે. જે પાછલા ડિવાઈઝમાં હતા. જ્યારે સેલ્ફી માટે બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે. રિયર કેમેરામાં f/1.8 અપાર્ચરનો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે એક 8 મેગાપિક્સલનો કેમેરા છે. જ્યારે બીજો 8 મેગાપિક્સલનો કેમેરો વાઈડ એન્ગલ છે.
4/8
આ વખતે પણ ડ્યૂઅલ ટોન કલરમાં આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. ગ્લાસ મેટલના સ્માર્ટફોન્સ છે. આ વખતે ત્રણ કલર વેરિએન્ટ છે.
5/8
128GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટની કિંમત 83,000 રૂપિયાથી શરૂ થશે. જ્યારે Pixel 3 XL 128 GBની કિંમત 92,000 રૂપિયા હશે.
6/8
Pixel 3 ની કિંમતની વાત કરીએ તો 799 ડોલર છે. જ્યારે Pixel 3 XLની કિંમત 899 ડોલર છે. ટોપ વેરિએન્ટની કિંમત 999 ડૉલર છે. અમેરિકામાં આ સ્માર્ટફોન્સ માટે પ્રી ઓર્ડર શરૂ થઈ ગયા છે. અને તેનું સેલિંગ 18 ઓક્ટબરથી શરુ થશે.
7/8
આ સ્માર્ટફોનમાં ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને 4GB રેમ છે. અને બે મેમોરી વેરિએન્ટ્સ 64 GB અને 128 GB માં ઉપલબ્ધ રહેશે.
8/8
ગૂગલે પ્રથમ વખત Pixel 3 અને Pixel 3 XL સાથે વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ આપ્યો છે. તેની સાથે 10 Wattનું ચાર્જર આપવામાં આવશે.