આઈડિયા TV એપ્લિકેશન પર પણ તમે એશિયા કપની મેચ જોઈ શકો છો. આ માટે તમે લાઇવ ટીવી વિભાગની સાથે સ્પોર્ટ્સ વિભાગમાં જઇને પણ લાઇવ મેચ જોઈ શકો છો. આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યા પહેલા મોબાઇલમાં આઇડિયાનું સીમ હોવુ જરુરી છે કારણકે એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, તે તમારા આઇડિયા નંબર સાથે નોંધણી કરવા માટે કહેશે. ત્યાર બાદ જ તમે આ એપનો ઉપયોગ કરી શકશો.
2/4
લાઇવ ટીવી એપ્લિકેશનથી પણ તમે એશિયા કપની મેચ જોઈ શકો છો. તમે આ એપ્લિકેશનના લાઇવ ટીવી વિભાગ પર જઇને જે ચેનલ પર મેચ જોઇ રહ્યા છે તેના પર ક્લિક કરીને મેચ જોઇ શકો છો. આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યા પહેલા મોબાઇલમાં જીયોનું સીમ હોવુ જરુરી છે કારણકે એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, તે તમારા જીયો નંબર સાથે નોંધણી કરવા માટે કહેશે.
3/4
એરટેલ ટીવી એપ પરથી લાઈવ જોવા માટે એરટેલ ટીવીના લાઇવ ટીવી વિભાગમાં જઇને તમે સોની ચેનલ પર મેચ જોઇ શકો છો. સોનીની કેટલીક ચેનલમાં હિન્દીમાં મેચે આવી રહ્યો છે. તો કેટલીકમાં ઇગ્લિશમાં. તમારી સુવિધા અનુસાર ચેનલ પસંદ કરી શકો છો અને મેચ જોઇ શકો છો, આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, તમારા મોબાઇલમાં એરટેલ સિમ રાખવું મહત્વપૂર્ણ છે કારણ કે એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, તે તમારા એરટેલ નંબર સાથે નોંધણી કરવા માટે કહેશે. ત્યાર બાદ જ તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો.
4/4
નવી દિલ્હીઃ એશિયા કપમાં સુપર-4 ટીમ નક્કી થયા બાદ તેનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આ વખતે ફરી 23 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન આમને સામને જોવા મળશે. આ પહેલા દુબઈમાં યોજાયેલા મેચમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. એશિયા કપના તમામ મેચ તમે તમારા ટીવી અને મોબાઇલ પર પણ જોઈ શકો છો, હવે મોબાઇલ અને ઇન્ટરનેટનો સમય છે. આથી જ દરેક લોકો મોબાઇલમાં જ મેચ જોવા માંગે છે. જો કે, તમે આ શ્રેણીને સોની લાઇવ એપ્લિકેશન પર લાઇવ જોઈ શકો છો.