ભારતમાં હજી ઇસિમનું ચલણ શરૂ નથી થયું પરંતુ એપલની જાહેરાત અનુસાર એરટેલ, વોડાફોન અને જિયો ભારતમાં eSIM સર્વિસ ટૂંક જ સમયમાં શરૂ કરી શકે છે. ચીનમાં ઇસિમને પરમિશન નથી આથી ત્યાં iPhone Xs Maxના ડ્યુઅલ સિમ સ્લોટ ધરાવતા વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.
2/4
જો આ ત્રણેય સ્માર્ટફોનમાં ભારતમાં હાલમાં મળે છે તેવા ડ્યુઅલ સિમ સ્લોટ નહીં હોય. સ્માર્ટફોનમાં એક સિમ સ્લોટ હશે પરંતુ બીજો નંબર યૂઝ કરવા માટે eSIM યૂઝ કરી શકાશે. ઇસિમ યૂઝ કરવા માટે તમારે કેમેરો ઓપન કરી જે-તે ટેલિકોમ કંપનીનો QR કોડ સ્કેન કરવાનો રહેશે.
3/4
આ ત્રણે ફોનની મહત્ત્વની ખાસિયતની વાત કરીએ તો પ્રથમ વખત એપલે તેના ફન ડ્યૂઅલ સિમ સાથે લોન્ચ કર્યા છે. આ ત્રણેય ફોન ડ્યૂઅલ સિમ અને ડ્યૂઅલ સ્ટેન્ડબાય ફીચર સાથે આવશે.
4/4
નવી દિલ્હીઃ Apple બુધવારે મોડી રાત્રે પોતાના આઈફોન સીરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ આ વર્ષે પણ 2017ની જેમ જ ત્રણ નવા આઈફોન લોન્ચ કર્યા છે. કંપનીએ iPhone XS, iPhone XS Max અને iPhone XR એમ ત્રણ ફોન લોન્ચ કર્યા છે. આઈફોન એક્સએસ એ વિતેલા વર્ષે આવેલ આઈફોન એક્સનું અપગ્રેડ વર્ઝન છે. જ્યારે 6.5 ઇંચની ઓલેડ પેનલ વાળો આઈફોન એક્સએસ મેક્સ હેન્ડસેટ આઈફોન એક્સએસનું મોટું વેરિયન્ટ છે. આ સાથે જ એપલે ચોથા જ નરેશનની એપલ વોચ પણ લોન્ચ કરી છે.