નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ યૂઝર્સને સર્વિસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર જિઓના મુખ્ય માર્કેટ જેમ કે, દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં જો જિઓ રિલાયન્સ કોમ્યૂનિકેશન્સ પાસેથી સ્પેક્ટ્રમ ખરીદવામાં નિષ્ફળ રહે તો યૂઝર્સને મુશ્કેલીને થઈ શકે છે. કહેવાય છે કે, આ સ્થિતિમાં રિલાયન્સ કોમ્યૂનિકેશન દેવાળું પણ ફુંકી શકે છે.
2/3
હાલમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ પ્રીમિયમ 800MHz બેન્ડમાં પાંચ યૂનિટ્સ સ્પેક્ટ્રમ મેળવવા માટે રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ) પર આધાર રાખવો પડે છે. આ સ્પેક્ટ્રમ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં 4જી એલટીઈ સર્વિસ માટે બેસિક છે. તેમાંથી દરેક સર્કલમાં રિલાયન્સ જિઓની પાસે 800MHz બેન્ડ અંતર્ગત 4જી એરવેવ્સના 3.8 યૂનિટ્સ છે, પરંતુ કંપનીએ સારી 4જી એલટીઈ કનેક્ટિવિટી માટે આરકોમ પર આધાર રાખવો પડે છે.
3/3
કુલ મળીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જો રિલાયન્સ જિઓ અને રિલાયન્સ કોમ્યૂનિકેશનની વચ્ચે સ્પેક્ટ્રમને લઈને આ ડીલ ન થઈ તો બન્ને કંપનીને નુકસાન થશે. જિઓના યૂઝર્સને મુશ્કેલી થશે, કારણ કે આ ડીલથી 4જી એલટીઈ કવરેજ અને કનેક્ટિવિટી સારી રહેશે, બાકી ઓવરઓ ક્વોલિટીમાં ફેરફાર જોવા મળશે. તેમાં મુંબઈ, ગુજરાત અસમ અને નોર્થ ઈસ્ટ સામેલ છે.