નવી દિલ્હીઃ આજે લીનોવો ભારતીય બજારમાં મોટો G4 ઉતારશે. આ હેન્ડસેટ માત્ર ઈ-કોમર્સ સાઈટ એમેઝોન ઇન્ડિયા પર જ મળશે. ઉલ્લેખનીય છે કે, મોટો G4 પ્લેને તેના સારે વેરિઅન્ટ લોચ કર્યાના એક દિવસ બાદ જ રજૂ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં આ હેન્ડસેટ સિંગલ સિમ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જોકે ભારતમાં ડ્યુઅલ સિમ મોડલને રજૂ થશે તેવી શક્યતા છે. આ ફોનની કિંમત 6 હજાર રૂપિયાની આસપાસ રહેવાની ધારણા છે. મોટો G4 4જી એલટીઈથી સજ્જ છે એવામાં તમે ઝડપી ઇન્ટરનેટની મજા લઈ શકો છો.
2/3
શ્રેષ્ઠ કેમેરાથી સજ્જઃ હેન્ડસેટમાં એફ/2.2 અપાર્ટરવાળો 8 મેગાપિક્સલનો રિયર કેમેરાની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. પ્રાઈમરી કેમેરો એલઈડી ફ્લેશથી સજ્જ છે અને તેમાં 1080 પિક્સલ એચડી વીડિયો રેકોર્ડ કરી શકાય છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો મોટો જી4 પ્લે સ્માર્ટફોન 4જી એલટીઈ, બ્લૂટૂથ, 4.1 એલઈ, વાઈ-ફાઈ 802.11, બી/જી/એન, માઈક્રો યૂએસબી અને 3.5 એમએમ હેડ-સેટ જેકથી સજ્જ છે. સ્માર્ટફોનને પાવર આપવાનું કામ કરશે 2800 એમએએપની બેટરી. આ બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. એક્સેલેરોમીટર, પ્રોક્સિમીટી અને એન્બિયન્ટ લાઈટ સેન્સર આ હેન્ડસેટનો ભાગ છે.
3/3
ફીચર્સઃ મોટો G4 પ્લેમાં 5 ઇંચની એચડી (1280x720 પિક્સલ) ડિસ્પ્લે છે. આ 1.2 ગીગા હર્ટ્ઝ ક્વાલકોમ સ્નેપડ્રેગ 410 ક્વાડ-કોર પ્રોસેસરથી સજ્જ છે. આ ફોનમાં 2 જીબીની રેમ મળશે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 306 જીપીયૂ ઇન્ટિગ્રેટેડ છે. આ 4જી ફોનની ઇનબિલ્ટ સ્ટોરેજ 16 જીબી છે જેને 128 જીબી સુધીના માઈક્રો એસડી કાર્ડથી વધારી શકાય છે. આ હેન્ડસેટ વિતેલા વર્ષે લોન્ચ કરવામાં આવેલ મોટો જી3 કરતાં વધારે સારી ડિઝાઈનવાળું વેરિઅન્ટ જોવા મળે છે.