રિપોર્ટ મુજબ આ વખતે એર્કેડમાં હાર્ડકોર મોડ પણ આપવામાં આવશે. જોકે તે કમ્પ્યૂટર માટે જ છે. તેમાં મેપ્સ પર દુશ્મન માટે ફૂટપ્રિન્ટ્સ નહીં જોવા મળે. જેના કારણે ફાયરિંગ કઈ બાજુથી થાય છે તે ખબર નહીં પડે.
2/4
નવા અપડેટ બાદ આ ગેમમાં હોલીવુડ ફિલ્મ સુસાઇડ સ્કવોયના કેરેકટર્સ હાર્લી ક્વિન અને જોકર પણ જોવા મળશે. આ ઉપરાંત અસોલ્ટ રાઇફલ એમ762 પણ મળશે. વેપન્સને રિવેંપ કરવામાં આવ્યા છે. નવા બેકપેક્સ, વ્હીકલ્સ, એરોપ્લેન અને પેરાશૂટ પણ મળશે. આ અપડેટમાં સેનહોક મેપ્સમાં કેટલા બદલાવ પણ જોવા મળશે અને ઉપરાંત સ્કૂટર્સ પણ દેખાશે.
3/4
PUBGની ચોથી સીઝનમાં અનેક નવા ફીચર્સ આવશે. સ્માર્ટફોન યૂઝર્સ પાસે 20 નવેમ્બરથી PUBGની નવી સીઝનનું અપડેટ મળશે. 21 નવેમ્બરે આ માટે ગ્લોબલ સર્વર્સ કનેક્ટ કરવામાં આવી શકે છે. એપડેટ દરમિયા ગેમ ઓફલાઇન નહીં થાય.
4/4
નવી દિલ્હીઃ પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ (PUBG) ગેમ વિશ્વભરમાં ખૂબ ઝડપથી જાણીતી થઈ છે. ભારતમાં પણ તેના યૂઝર્સમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કંપની આ મોબાઇલ ગેમની ચોથી સિઝન લાવવાની તૈયારીમાં છે. પબજીની બેટલ રોયલ ગેમ થર્ડ સીઝન 18 નવેમ્બરથી ખતમ થઈ ચુકી છે.