નવી દિલ્હીઃ નોકિયા બ્રાન્ડના સ્માર્ટફોન બનાવતી કંપની એચએમડી ગ્લોબલે બુધવારે દુબઈમાં આયોજિત એક ઇવન્ટમાં નોકિયા 8.1 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ધારણા અનુસાર જ નોકિયા બ્રાન્ડનો આ લેટેસ્ટ સ્માર્ટફોન ઓક્ટોબર મહિનામાં ચીનમાં લોન્ચ કરવામાં આવેલ નોકિયા એક્સ7નું જ ગ્લોબલ વર્ઝન છે. કંપની દાવો કરે છે કે નોકિયા 8.1નીની બેટરી બે દિવસ સુધી ચાલશે. તેમાં 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે. નોકિયા 8.1માં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર છે.
2/3
ચીનમાં નોકિયા એક્સ 7 નામથી લોન્ચ થયેલો આ સ્માર્ટફોન ભારતમાં નોકિયા 8.1 ના નામથી ઓળખાશે. આ ફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ પર કામ કરશે, જે ટૂંક સમયમાં એન્ડ્રોઇડ પાઇ મેળવવાની ધારણા છે. આ સિવાય, 6.18-ઇંચની પૂર્ણ એચડી + નોચ ડિસ્પ્લે હોઈ શકે છે. એવી આશા છે કે કંપની આ ફોનને ઓક્ટા કોર પ્રોસેસર સ્નેપડ્રેગન 710 એસઓસી પ્રોસેસર 4 જીબી / 6 જીબી રેમ અને 64 જીબી / 128 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કરી શકે છે. તમે તેની સ્ટોરેજ ક્ષમતા 400 જીબી સુધી વધારી શકો છો.
3/3
નોકિયા 8.1 (નોકિયા એક્સ 7)ના કેમેરાની વાત કરીએ તો તેના રિયરમાં 12 એમપી + 13 એમપીના ડ્યુઅલ કેમેરા સેટઅપ હોઇ શકે છે. સેલ્ફી માટે તેમાં 20 એમપી ફ્રન્ટ કેમેરો હોઈ શકે છે. ફોનને પાવર કરવા માટે, તેમાં 3,500 એમએચ બેટરી હોઈ શકે છે. કનેક્ટિવિટી માટે તે 4 જી વૉલ્ટ, વાઇ-ફાઇ 802 અને બ્લૂટૂથ વી 5.0, જીપીએસ / એ-જીપીએસ હોઈ શકે છે. તેના સિવાય યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક હશે. એક અહેવાલ અનુસાર, આ ફોનની કિંમત ભારતમાં 23,999 રૂપિયા હોઇ શકે છે.